Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

લીંબડી મહાજન પાંજરાપોળમાં ઘાસના ગોડાઉનમાં આગ

 વઢવાણ તા. ૭ : સુરેન્દ્રનગર જીલ્લામા ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ખેતરો પણ વાવણી વગરના છે તો અમુક ખેડૂતોના બિયારણ અને અમુક ખેડૂતોના પાણીના અભાવે ખેતરોમાં પાક બળી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાને સરકાર દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારમાં આવરી લેવામાં આવ્યો હતો જેનો હજુ સુધી કોઈ લાભ ખેડૂતો કે પશુપાલકોને મળ્યો નથી ગઈ કાલે એક પશુ પાલકે પોતાનો પશુઓ સાચવવા અસમર્થ નીવડતા આત્મ હત્યા કરી લીધી હતી.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પશુ પાલકો માટે પજરા પોળ ખૂબ સારી રીતે કામગીરી કરે છે. સુરેન્દ્રનગર જિલ્લામા લીમડીમા મહાજન પાંજરાપોળ આવેલી છે ત્યારે દુષ્કાળનું વર્ષ હોવાથી લીમડી મહાજન પાંજરાપોળ દ્વારા સૂકું ઘાસ ત્યાં રહેલા પશુઓ માટે ગોડાઉનમા ભરી ને રાખવામા આવ્યું હતું.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લીમડી મહાજન પાંજરાપોળમા પડેલો આ અબોલ પશુઓ માટે રાખેલો ઘાસ ચારા મા અચાનક આગ લાગી હતી. લીંબડી મહાજન પાજળાપોળમા ઘાસના ગોડાઉનમાં આગ લાગતાં દોઢ ધામ મચી જવા પામી હતી ત્યારે લીમડી નગરપાલિકા મા જાણ થતાં લીમડી ફાયર બ્રિગેડ ની ટુકડીએ પોતાની સુજ બુજથી ભારે જહેમત બાદ આગને મોડી રાત કાબુ મા લીધી હતી.

ત્યારે આ લીમડી મહાજન પાંજરાપોળ મા પડેલો ઘાસ ચારા સળગતા આવા મોળા વર્ષ મા આગ લાગતાં આશરે ૩ થી ૪ લાખનું નુકસાન થયું છે ત્યારે લીંબડી નગરપાલિકાને જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો જેને કારણે અમુક ઘાસનો જથ્થો બચી ગયો હતો. તેમ છતાં લાખ્ખો રૂપિયાનું નુકસાન નુકસાન થયું હતું. ઘટના સ્થળે શંકરભાઇ દલવાડી હાથશાળ ચેરમેન, હસુભાઈ શાહ અને એસ આઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

(3:07 pm IST)