Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

દુબઇમાં રાજકોટનાં પ્રિતેશભાઇ અનડકટ દ્વારા કાઠીયાવાડી થાળી-''ગુજરાતી જલ્સો'' રેસ્ટોરન્ટ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૭: દુબઇમાં ગોલ્ડ બિલ્ડીંગ ગોલ્ડ સોક (સોનીબજાર) માં આપણા ગુજરાતી રેસ્ટોરન્ટ (ગુજરાતી જલ્સો)  શરૂ થયું છે. જયા ગુજરાતનો સ્વાદ, ખમણ, ઢોકળા, ઘુઘરા, સેવ કટકા તથા દેશી કાઠીયાવાડી જમણવાર, જેમ કે ભાખરી,  થેપલા, બાજરીનો રોટલો, રીંગણાનો ઓળો લસણીયા બટેટા જેવી તમામ કાઠીયાવાડી વાનગીનો સ્વાદ દુબઇમાં વસતા આપણા ગુજરાતીઓ ગુજરાતના પ્રવાસીઓ તથા વિદેશી લોકો પણ માણી રહ્યાં છે.

આપણા જ રાજકોટના વેપારી પ્રિતેશભાઇ અનડકટનું (મો.+ ૯૭૧૫૦ ૫૦૧૮૧૯૩) આ નવું નજરાણું શરૂ કર્યુ છે.(૧.૧૬)

(3:02 pm IST)