Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કોડીનારમાં હત્યા બાદ આરોપીના પિતા ઘટના સ્થળે રાત્રે હથિયાર લેવા ગયા'તા

 વેરાવળ તા. ૭ : કોડીનાર જુની બજારમાં રહેતા લોહાણા વેપારી બિમલ ધનસુખલાલ ઠકરારની પુત્રી વિમાશી ઉ.૧૭ તા.પના રોજ રાત્રે ઘરેથી ગયેલ હતી તેની કરપીણ હત્યા કરી ઘરથી બે કીલો મીટર દુર બાયપાસ રોડ ઉપર મંદિર પાસે અવાવરૂ જગ્યામાં મળેલ હતી. પોલીસે મોબાઈલ વિગતોના આધારે તેમની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પુછપરછ કરતા કશ્યપ વિજયભાઈ પુરોહીત (ઉ.ર૦) ધરતી જયપ્રકાશ (ઉ.ર૦)ની ધરપકડ કરેલ હતી.

પોલીસે જણાવેલ હતું કે વિમાશીને કશ્યપ સાથે વ્યવહાર રાખવો ન હોય જે મન દુઃખકારણે શરીર ઉપર ૩૭ જેટલા જુદા જુદા ઘા મારી હત્યા કરી નાખેલ હતી તેની મદદગારીમાં ધરતી જયપ્રકાશ હોય જેથી બન્ને સામે ૩૦ર,૩૪,૩૬૪,૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે.

જાણવા મળતી વિગત મુજબ હત્યા કરનાર કશ્યપે તેના પિતાને બનાવ ની રાત્રે જાણ કરેલ હતી અને છરી સ્થળ ઉપર રહી જતા વિજયભાઈ રાત્રે ૩.૩૦ કલાકે હથીયાર લેવા ગયેલ હતા જેથી પોલીસે તેની પણ પુછપરછ હાથ ધરેલ છે આ હત્યા રાત્રે ૯ થી  ૧૧ ની વચ્ચે કરવામાં આવેલ હોય તેવું જણાવેલ હતું તેમજ મોબાઈલ ફોનની વિગતોના આધારે આ હત્યા કરનાર વિદ્યાર્થી  સાથે બીજા ગુનેગારો હોય તેને સામે પુરાવાઓ ભેગા કરવાની કામગીરી ચાલુ છે અને હજુ પણ આ હત્યા કેસમાં અનેક આરોપીઓ હોવાની શકયતાઓ છે.

કોડીનારમાં આવો બનાવ બનતા આખા પંથકમાં તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર,ગુજરાતભરના લોહાણા સમાજમાં ભારે રોષ વ્યાપેલ છે તેમજ આ બનાવ તા. ૬ના રોજ સવારે જલ્યાણ ગુ્રપ વેરાવળના દીપક કકકડ, બીપીની તન્ના, જયેશ શિગાળા, ચિરાગ કકકડ, સંકેત કકકડ, મયુર પટેલીયા સહીત કોડીનાર પહોચી ગયેલ હતા અને તેમના પરીવારજનોને સાંત્વના આપેલ હતી અને પી.આઈ.ડી.વાય.એસ.પી.ને રૂબરૂ મળેલ હતા તેમજ એસ.પી સાથે ટેલીફોનીક વાત કરી આ બનાવમાં આરોપીઓ જે પણ હોય તેની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરેલ હતી.

(2:47 pm IST)