Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

મોરબીના જોધપુરમાં ફટાકડાની દુકાનમાં આગ

મોરબીઃ મોરબી નજીકના જોધપર ગામમાં આવેલી કિરાણા દુકાનમાં ફટાકડા વેંચતા હોય જેમાં રાત્રીના સમયે આગ ફાટી નીકળી હતી અને ફાયરની ટીમને જાણ કરવામાં આવતા તુરંત ફાયરની એક ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગના કારણે દુકાનનો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થયો હતો. બાળકો ફટાકડા ફોડતા હોય અને તણખો દુકાનમાં જતા આગ લાગી હોવાનું ગામના સુત્રોમાંથી જાણવા મળ્યું છે તો કિરાના દુકાનમાં લાખોનો જથ્થો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે આગને કારણે દુકાન અને ઘર પણ સાથે હોય જેમાં જોતજોતામાં ઘર સુધી આગ ફેલાઈ હતી અને ફાયરની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે નુકશાનીનો આંક પણ મેળવી શકાયો નથી.(તસ્વીરઃપ્રવિણ વ્યાસ.મોરબી)(૨૩.પ)

(12:39 pm IST)