Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કોડીનારમાં હત્યા કરનારાને ફાંસીની સજા આપવા સૌરાષ્ટ્રમાં લોહાણા સમાજની માંગણી

જુનાગઢ : તસ્વીરમાં જુનાગઢમાં આવેદન પત્ર પાઠવતા લોહાણા સમાજના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

રાજકોટ તા. ૭ :.. કોડીનારની માસુમ બાળાની હત્યા થતા સૌરાષ્ટ્રમાં લોહાણા સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આરોપીઓને કડક સજા આપવા માંગ કરવામાં આવી રહી છે.

જુનાગઢ

જુનાગઢ : કોડીનાર બાયપાસ પાસે ગઇકાલે રઘુવંશી પરિવારની પુત્રીની તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરાતા જુનાગઢ રઘુવંશી સેનાના સુપ્રીમો ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, જયેન્દ્રભાઇ જોબનપુત્રા, સુરેશ દતા, જગદીશભાઇ જોબનપુત્રા, જયેન્દ્રભાઇ જોબનપુત્રા સહિતના આગેવાનો અને મહિલા મંડળ જુનાગઢ રેન્જ આઇજીપીશ્રીની કચેરીએ દોડી જઇ રેન્જ આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીને રૂબરૂ મળી ગુનેગારોને કડકમાં કડક દાખલારૂપ સજા કરવા માંગણી કરી હતી. ગીરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે કોડીનારમાં વિદ્યાર્થીની હત્યાએ તમામ સમાજ માટે આઘાતજનક છે. સમાજમાં કોઇ પણ આવારા તત્વોને હરગીજ સાંખી ન લેવાય કોડીનારના બનાવમાં પોલીસ તાત્કાલીક એકશન લે અને ભોગ બનનાર દીકરીના પરીવારજનોને ન્યાય અપાવે તે જરૂરી છે.

પડધરી

પડધરી : લોહાણા સમાજ દ્વારા કોડીનારની બાળાની હત્યા સામે આક્રોશ વ્યકત કરીને આરોપીઓને કડક સજા કરવા માંગ ઉઠી છે.

કોડીનાર

 કોડીનાર : કોડીનારનાં મંગલમ ગ્રુપ વાળા બિમલભાઇ ધનસુખભાઇ ઠકરારની ૧૬ વર્ષની પુત્રી વિમાંસીની આજે કોઇ ૩૦ થી ૩પ જેટલા છરીના ઘા મારી હત્યા કરી લાશને કોડીનાર ઉના બાયપાસ પાસે ફેંકી દેવાની ઘટના ને વેરાવળના જલ્યાણ ગ્રુપ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હત્યા કરનારા ને તાત્કાલીક ઝડપી તેને ફાંસીની સજા સુધી પહોંચાડવા માંગણી કરી છે. 

(12:35 pm IST)