Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

પોરબંદરમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા વેપારીઓ ઉપર ધોંસ બોલાવતુ એસ.ઓ.જી. : વઘુ ૭ લાખના ફટાકડાનો જથ્થો ઝડપાયો

પોરબંદર, તા. ૭ : અહીં ત્રણેક દિવસથી લાયસન્સ વિના ફટાકડા વેચતા વેપારીઓ ઉપર જિલ્લા પોલીસ વડાશ્રી પાર્થરાજસિંહની સુચના મુજબ એસ.ઓ.જી.એ ધોંસ બોલાવીને ૩ સ્થળે વધુ ૭ લાખના ફટાકડાનો જથ્થો પકડી પાડયો છે.

એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.કે. મણવર તથા સ્ટાફે છાયા ચોકી પાસે ગલીમાં દુકાનમાં જયેશ રામભાઇના કબ્જામાંથી રૂ. ર,પ૮,૪ર૧ના ફટાકડા પકડી પાડયા હતાં. છાંયા ચોકી ૪ રસ્તા નજીક માંડવા નાખીને લાયસન્સ વિના ફટાકડા વેચતા નંદલાલભાઇ રામચન્દ્રભાઇને ત્યાં રૂ. ર,૦૯,પપ૮ના ફટાકડા પકડી પાડયા હતાં.

અન્ય દરોડામાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી પટેલ તથા સ્ટાફે છાંયાના મનીષ ભગવાનજીભાઇએ વખાર ભાડે રાખીને રૂ. ૧,૦૮,ર૪પના લાયસન્સ વિનાના ફટાકડા પકડી પાડયા હતાં. છાંયા ચોકી નજીક પરેશ ગોવિંદભાઇ રાયચૂરા જાહેરમાં ગેરકાયદે ફટાકડાનો પથારો કરીને વેચતા હોય તેની પાસેથી રૂ. ૧,૦૦,૬૩૦ના ફટાકડા પકડી પાડયા હતાં. પોલીસે કુલ ૭ લાખના ફટાકડા પકડી પાડેલ છે. બે દિવસ પહેલા કુલ ૧૦ લાખના લાયસન્સ વિનાના ફટાકડા ઝડપાયા બાદ વધુ ગેરકાયદે ફટાકડાનો જથ્થો પોલીસે પકડી પાડયા હતાં. (૮.૧૧)

(12:33 pm IST)