Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ઝુપડપટ્ટીના બાળકોને નવા કપડા બુટ-ફટાકડા-મીઠાઇનું કરાયું વિતરણ

વિરપુરના એએસઆઇની દિલેરી

વીરપુર, તા.૭: સૌરાષ્ટ્ર એ એક સંતો અને શૂરવીરોની ભૂમિ છે,એમાનું સૌરાષ્ટ્રનું પાવન અને સુપ્રસિદ્ઘ યાત્રાધામ એટલે વીરપુર જયાં ભજન,ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ છે,જલારામબાપાના મંદીરે ભૂખ્યાને ભોજનની સેવા જયાં અવિરત પણે ચાલુ છે તેવા વીરપુર ગામમાં પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા મહેશભાઈ પઢીયાર કે જેઓની વીરપુર પોલીસમાં અને ગામમાં કડક તરીકે હુલામણા નામથી ઓળખાતા મહેશભાઈ પઢીયાર જેઓ ઉપરથીજ કડક પણ દિલથી નરમ તેવા આ ASI નું સેવાકાર્ય પણ બિરદાવા જેવું છે.

દિવાળીના તહેવારોમાં સૌકોઈ લોકો પોતાના સંતાનો માટે પોતાના બજેટ અનુસાર નવા કપડાં,ફટાકડા,મીઠાઈઓ કે અન્ય વસ્તુઓની ખરીદી કરતા હોય છે પરંતુ જે લોકોની આર્થીક સ્થિતિ નબળી હોય તેના બાળકોનું શુ!? આ વિચારીને કડક છાપ ધરાવનાર મહેશભાઈ પઢીયારે વીરપુરના ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ગરીબ લોકોના બાળકોનું એક લિસ્ટ તૈયાર કરી તેને તેના માપસરના નવા કપડાં,ચંપલ, બુટ,ફટાકડા,મીઠાઈઓ વગેરે વસ્તુઓ ગરીબ બાળકો માટે પોતાના સ્વખર્ચે લાવી વીરપુર પોલીસ સ્ટેશનમાં આ ગરીબ બાળકોને બોલાવી તેમને દિવાળીના તહેવાર નિમિતે કપડાં,ફટાકડા,મીઠાઈઓ વગેરેનું વિતરણ કર્યું હતું,નવા નકોર કપડાં અને ફટાકડા,મીઠાઈના વિતરણથી ગરીબ બાળકો પણ હર્ષોલ્લાસ થઈને ઉછળી પડ્યા હતા. આ સેવાકાર્યના કાર્યક્રમમાં વીરપુર પોલીસના PSI શ્રી વી.બી.ચૌહાણ સાહેબ,રમણિકભાઈ સોલંકી, રણછોડભાઈ આહીર, પરેશભાઈ સિંધવ,જયેશભાઇ વગેરે હાજર રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.

(12:19 pm IST)