Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ચરાડવામાં શુક્રવારથી ધર્મોત્સવઃ વિજયભાઇ રૂપાણી દર્શનાર્થે આવશે

 

ચરાડવામાં યોજાનાર ધર્મોત્સવની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે ચરાડવાના મહંત પૂ. દયાનંદગીરી બાપુ 'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ આીર્શવાદ લીધા હતા. જે પ્રથમ તસ્વીરમાં નજરેપડે છે (અન્ય તસ્વીરોમાં નૈસર્ગિક વાતાવરણમાં આશ્રમનો નજારો મળે છે (તસ્વીરઃકિંજલ કારસરીયા જામનગર)

ચરાડવામાં પૂ. દયાનંદગિરિજી મહારાજના સાનિધ્યમાં નવ દિવસીય ધર્મોત્સવ માટે આકર્ષક ડોમ, ફલોટસ તેૈયાર કરવામાં આવ્યા છે જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)(

ચરાડવા મહાકાળી આશ્રમે પૂ. દયાનંદગીરીબાપુ મહારાજના સાનિધ્યમાં દશ મહા વિદ્યા યજ્ઞ, શ્રીમદ્ દેવી ભાગવત કથા સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. આ માટે મહાકાય ડોમ ઉભા કરાયા છે જે તસ્વીરમાં નજરે પડે છે.  (તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

ચરાડવામાં મહાકાળી માતાજીના સાનિધ્યમાં નવ દિવસીય ધાર્મિક મહોત્સવ પૂ. દયાનંદગિરિજી મહારાજ અને શિષ્ય પૂ. અમરગિરિજી બાપુના સાનિધ્યમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. પૂ. દયાનંદગિરિ મહારાજે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારનાં અશ્વિનભાઇ છત્રાળા અને જામનગર ''અકિલા''ના પ્રતિનિધિ મુકુંદભાઇ બદિયાણીને વિગતો આપી હતી. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

ચરાડવામાં આયોજીત ધર્મોત્સવમાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પણ હાજરી આપવાના છે ત્યારે મોરબી જીલ્લા કલેકટરશ્રી માકડીયા અને પોલીસ અધિકારીઓ, ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા સહિતનાએ મુલાકાત લીધી હતી. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

રાજકોટ તા ૭ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાવડા ગોકુળીયા ગામ નજીક દેવળીયા રોડ ઉપર આવેલા શ્રી મહાકાલી આશ્રમે તા. ૯ ને શુક્રવારે ભાઇબીજના પાવન પર્વથી નવ દિવસીય ધર્મોત્સવનું ૧૨૫ વર્ષની દીર્ઘ આયુ ધરાવતા વચનસિધ્ધ સંત, શ્રી મહાકાલી કૃપાનુંગ્રહી પ.પૂ. શ્રી દયાનંદગિરિબાપુની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું છે.

આ મહોત્સવમાં રાજયના મુખ્યમંત્રી  શ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે અને પૂ. દયાનંદગિરિ બાપુના આર્શિવાદ પ્રાપ્ત કરશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દશ મહા વિદ્યા યજ્ઞ અને શ્રીમદ્ ભાગવત દેવી ભાગવત નવાહ પારાયણમાં હાજરી આપશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ચરાડવા ખાતે રથી૩ કલાક રોકાશે અને ધર્મોત્સવમાં ધાર્મિકતાનો લ્હાવો લેશે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ખાતે આવેલ સુપ્રસિદ્ધ મહાકાલી આશ્રમ ખાતે તા.૧૦ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આશ્રમમાં આયોજીત સપ્તાહમાં આવવાના હોય, તેમના આયોજન સબંધે કલેકટર આર.જે.માકડીયાના અધ્યક્ષસ્થાને ગઇકાલે એક મીટીંગ યોજવામાં આવી હતી.

આ મીટીંગમાં દરેક વિભાગના અધિકારીઓને મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, પાણી મળી રહે. સ્વચ્છતા જળવાય રહે અને કાર્યક્રમનું આયોજન સરસ રીતે થાય તેવી સુચના કલેકટરે આપેલ હતી. કલેકટર આર.જ.ેમાકડીયા અને મહાકાલી મંદિરના આયોજક તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારી સાથે સી.એમ.ઓ.ઓફીસમાંથી એક વિડીયો કોન્ફરન્સ મુખ્યમંત્રીના હળવદ તાલુકાના ચરાડવા ખાતે આવેલ મહાકાલી આશ્રમ ખાતે યોજાનાર કાર્યક્રમના આયોજન સબંધિત માહિતી પુરી પાડી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેટર કેતન જોશી, ડી.વાય.એસ.પી.બન્નો જોશી, અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પૂ. દયાનંદગિરિબાપુનું જીવન સાધનામય રહ્યુ છે. સાક્ષાત્કાર સુધીની અનુભૂતિ પ્રાપ્ત થઇ ચૂકીછે.  જો કે, પૂ. બાપુ અહોભાવ અને વિનમ્રતાપૂર્વક કહે છે કે, '' હું જે કંઇ છુ એ ગુરૂકૃપાથી છું.''

ે મહાકાલી આશ્રમ પાસે ૬પ * ૬પ ફૂટના વિસ્તારમાં ૪૦ ફુટ ઊંચો પર્વત નિર્માણ કરાયો છે.  આ પર્વતનું નામ સિદ્ધેશ્વરી પર્વત રખાયું છે. દરેક ભાવિકે કલા અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આ પર્વતની ગુફાઓ માણવા જેવી છે. પર્વતમાં અંદર નવદુર્ગા દર્શન, ગંગા અવતરણ, સ્વર્ગની સીડી ઝુલતા પુલ વગેરે ગોઠવવામાં આવ્યા છે. દરેકનો રોમાંચ અચૂક માણવા જેવો છે.

શ્રીમદ દૈવી ભાગવત કથા માટે સુવિધા યુકત વિચાર ડૌમ નિર્માણ થયા ેછે.

સમગ્ર મહોત્સવમાં હજારો ભાવિકો ઉમટી પડનાર છે. સેવા અને વ્યવસ્થા માટે પ૪ સમિતિઓ  રચવામાં આવી છે.  આ ઉપરાંત પ૦૦૦ સ્વયંસેવકો ખડે પગે રહેશે.

હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક  આવેલ શ્રી મહાકાળી આશ્રમ ખાતે મા ભગવતી જગત જનની, અખિલ બ્રહ્માંડ શબ્દાત્મક કરૂણાકારીણી, ભકત ભયહરિની, ભગવતી શ્રી મહાકાલી માતાજી તથા શ્રી અંબાજી માતાજીની કરૂણામય કૃપાથી તેમજ ૧૨૫ વર્ષના દીર્ધ આયુ ધરાવતા વચનસિધ્ધ સંત શ્રી મહાકાલીકૃપાનુગ્રાહી પરમ પૂજય શ્રી દયાનંદગીરીજી મહારાજ તથા પરમશિષ્ય શ્રી અમરગીરીજી મહારાજ તેમજ સર્વે ભકતજનોના સાથ સહકારથી ભકિતતીર્થ મહાકાલીધામમાં પરસ્પર સંપ, સદભાવના, સંસ્કાર નિર્માણના શુભહેતુ સાથે સિધ્ધીદાયી શકિત સહિતા શ્રીમદ દેવી ભાગવત નવાહ પારાયણ તેમજ દશમહાવિદ્યાયજ્ઞનું સુમંગલ આયોજન કરવામાં આવ્યુ છે.

૯ દિવસીય કાર્યક્રમ અંતર્ગત શ્રીમદ્દ દેવી ભાગવતના વ્યાસાસને વિદ્વાન પ્રવકતા કથાકાર શ્રી કનૈયાલાલ ભટ્ટ રાજકોટવાળા બિરાજી તેમની રસમધુર શૈલીથી દેૈવીચરિત્રોનું કથામૃત રસપાન કરાવશે તેમજ દશમહાયજ્ઞના આચાર્ય શ્રી દર્શનભાઇ રાવલ વાંકાનેરવાળા બિરાજશે.

૯ દિવસ દરમિયાન ભજન સંધ્યા, લોકડાયરો અને રાસગરબાની રમઝટ બોલશે.

આ પ્રસંગે સિધ્ધ-પ્રસિધ્ધ સંતો, મહંતો, મહાનુભાવો પધારશે. હજારો ભાવિકો દૂરદૂરથી આવી ધર્મલાભ લેશે.

કથાના પ્રસંગોનો સુમંગલ શુભારંભ શુક્રવાર તા.૯-૧૧-૧૮ના થશે તેમજ તા.૧૭-૧૧-૧૮ના કથા વિરામ લેશે.

આ મંગલમય અવસરે ભગવતીચરિત્રોનું સુમધુર રસપાન કરવા માટે સહપરિવાર પધારવા પરમપૂજય શ્રી દયાનંદગીરી મહારાજે ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.

કથાશ્રવણ દરમિયાન તા.૯ થી ૧૭ સુધી મહાત્માકથા, રાત્રીસુકત મહિમા, મધુકૈટવ વધ, શુકદેવજી જીવનચરિત્ર, ભુવનેશ્વરી મહિમા, સુદર્શન ચરિત્ર, શુંભનિશુંભ વધ, અંબાજી પ્રાકટય, મહિષાસુર વધ, મહાકાલી પ્રાકટય, રકતબીજ તથા ચંડમુંડ વધ, બકાસુર વધ, પરશુરામ ચરિત્ર, સતિ ચરિત્ર, પાર્વતી પ્રાકટય, ૧૦૮ શકિતપીઠની કથા, ભગવતી ગીતા, શિવવિવાહ ઉત્સવ, મહાલક્ષ્મી પ્રાકટય, નવદુર્ગાનો મહાયજ્ઞ, દશ મહામાયા મહિમા જેવા પાવન પ્રસંગોનું રસપાન કરાવાશે.

પોથીયાત્રા તા.૮-૧૧-૧૮ના બપોરે ર વાગ્યે મહાકાલી આશ્રમથી ચરાડવા નગરકિર્તન સાથે નીકળશે.

તા.૧૦-૧૧ની રાત્રે ૯ વાગ્યે આયોજીત ભવ્ય લોકડાયરામાં વિજયભાઇ ગઢવી, અરવિંદભાઇ ભારથી તેમજ ભગવતીબેન ગોસ્વામી ભજનોની રમઝટ બોલાવવા સાથે લોકસાહિત્યની રસલ્હાણ કરાવશે.

તા.૧૩-૧૧ના રાત્રે ૯ વાગ્યે નિલેશભાઇ ગઢવી, જયશ્રીબેન સાધવી ભજનોની રમઝટ જમાવશે. બ્રિજદાન ગઢવી સાહિત્યના સમંદરમાં લઇ જઇ તરબોળ કરશે.

તા.૧૯-૧૧ના રાત્રે ૯ વાગ્યે દલસુખભાઇ પ્રજાપતિ, બાળ કલાકાર હર્ષ પીપળીયા, ભગવતીબેન ગોસ્વામી ભજનગંગા વહાવશે. મનસુખભાઇ વસોયા હાસ્યની છોળો ઉડાવશે.

પ.પૂ.દયાનંદગીરીબાપુના આદેશ, અમરગીરીબાપુના માર્ગદર્શન હેઠળ સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આયોજનને લઇને સેવકો ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચરાડવા મહાકાલી મંદિરે જવા માટે : મોરબીથી હળવદના રસ્તે, મોરબીથી ૨૫ કિ.મી. દૂર ચરાડવા ગામથી ડાબી બાજુ દેવળીયાના રસ્તે ૩ કિ.મી.ના અંતરે આ ભવ્યાતિભવ્ય મંદિર આવ્યું છે. જયાં ૧૨૫ વર્ષના જગતવંદનીય પૂજય દયાનંદગીરીબાપુ બિરાજે છે. તેમના પટ્ટશિષ્ય પૂ.અમરગીરી બાપુ મંદિર - આશ્રમનું પૂ. દયાનંદગીરીબાપુના માર્ગદર્શન હેઠળ સંચાલન કરી રહ્યા છે.

(12:12 pm IST)