Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગોંડલિયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનગંગા

કાલાવડ (શીતલા) મુકામે ભાઇબીજના પર્વે : ભાગવત રૂપી ભગીરથી ગંગામાં ભાવિકો તરબોળ થશે

રાજકોટ તા. ૭ :.. ભાઇબીજના પાવન પર્વથી ઘણા સ્થળોએ ધાર્મિક કાર્યોના પ્રારંભ થઇ રહ્યા છે. જેમાં મોરબી-સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલ ચરાડવા ધામ  ખાતે ૧રપ વર્ષની વિભૂતિ દયાનંદગીરીબાપુના સાનિધ્યમાં અને આશીર્વાદથી દશ મહાવિદ્યા અને દેવી ભાગવત કથાનું આયોજન થયેલ છે.

જયારે કાલાવડ શીતલા ખાતે વાટલીયા પ્રજાપતિ ગોંડલીયા પરિવાર દ્વારા  પિતૃના મોક્ષાર્થે તા. ૯ થી તા. ૧પ સુધી  શુભ સ્થળ : શ્રી રામગીરીબાપુની મઢી, તપસ્વી આશ્રમ સરકારી હોસ્પીટલની બાજુમાં બસ સ્ટેન્ડ રોડ, કાલાવડ (શિતલા) ખાતે  ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે. સાત દિવસ ભાગવત રૂપી ભગીરથી ગંગાના વહેણમાં ભાવિકો તરબોળ થશે.

આ પાવન પ્રસંગને શાસ્ત્રી ત્રિકમદાસબાપુ હરિયાણી (સાવરકુંડલાવાળા)ના મુખેથી સંગીતમય શૈલીમાં દરેક પ્રસંગોનું રસપાન કરાવશે. તેમજ જીવનને પ્રેરણાદાયી બને તેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું  પણ આયોજન કરેલ છે. આ માટે ગોંડલીયા પરિવાર અને આયોજકો ભારે જહેમત ઉઠાવે છે. આ ભગીરથ કાર્યના મુખ્ય યજમાન સ્વ. ઉજીબેન અને સ્વ. બાવાલાલ નાનજીભાઇ ગોંડલીયા, સુરેશભાઇ, નિમુબેન ગોંડલીયા, હસમુખભાઇ, સુરેશભાઇ, જેંતીભાઇ, રાજેશભાઇ, તેમજ હંસરાજભાઇ, નાનજીભાઇ ગોંડલીયા, સવિતાબેન ગોંડલીયા, જગદીશભાઇ, વિનોદભાઇ, પ્રફુલભાઇ ગોંડલીયા, અને સ્વ. નારણભાઇ પોપટભાઇ, સ્વ. મીઠીબેન નારણભાઇ ગોંડલીયા, તેમજ નાથાભાઇ નારણભાઇ ગોંડલીયા, દિવાળીબેન, નાથાભાઇ ગોંડલીયા, ગીરીશભાઇ, હરીશભાઇ, ભાવેશભાઇ, જયેશભાઇ ગોંડલીયા, વગેરેએ કથામાં યોગદાન આપી સહભાગી બન્યા છે.

ભાગવત સપ્તાહ સંસારથી તપેલા જીવને શાંતિ આપનાર, પાપોનો નાશ કરનાર સાંભળનારનુ કલ્યાણ  કરનાર અને  સુખ સમૃધ્ધી  આપનાર છે ભાગવત સપ્તાહમાં શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ સહિત મહાભારત, રામાયણ, શિવપુરણ ત્રણેય ગ્રંથો નો જેમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. તે શ્રીમદ્ ભાગવત સપ્તાહ,  મોક્ષદાત્રી ગ્રંથ છે. સાથે જીવન ઉધ્ધારક છે.

મહાભારત યુધ્ધ પુર્ણ થયું, શુત્રુનો વિનાશ થયો  જેમાં અશ્વસ્થામાં આ બધુ નિહાળી પાંચ પાડવો વધ કરવા પાંડવોની છાવણીમાં જઇ જે સુતેલા તે બધાનો વિનાશ કરે છે. પાંડવોને શ્રી કૃષ્ણ ભગવાનનું રક્ષણ હતુ તે બચી જાય છે. જેમાં દ્રૌપદીના બધા પુત્રો નાશ પામે છે. અભિમન્યુની પત્નિ ઓતરાના ઉદરમાં રહેલ ગર્ભને નાશ કરવા અશ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડે છે.  પણ શ્રી કૃષ્ણ ભગવાન ઓતરાના ગર્ભનું રક્ષણ કરે છે.  પાંડવો હસ્તીનાપુર પાછા ફરે છે. શ્રીકૃષ્ણ ભગવાન અને અર્જુન દ્વારકા પહોંચે છે. દ્વારકામાં યાદવાસ્થળીમાં યાદવો નાશ પામે છે. શ્રી કૃષ્ણ ભગવાન યાદવોના દુષ્કૃત્યના શાપને લીધે  શ્રી કૃષ્ણ ભગવાન સ્વર્ગધામ પહોચે છે. અર્જુન અને બચી ગયેલા બધા હસ્તીનાપુર આવે છે. રસ્તામાં અર્જુનને કાબા લૂંટે છે. ત્યારે અર્જુન ભાન થાય છે. આ બધુ શ્રી કૃષ્ણને આધીન થયુ છે. મે ફકત કાર્ય  કરેલ છે. આજ ગાંડીવ બાણ જે મહાભારતમાં વિનાશકાય બનેલ આજે તે જ ગાંડીવ છે છતાં કાબાઓએ મને લૂંટી લીધો. અર્જુનને ભાન થાય છે. મહાભારતમાં કૃષ્ણ  રક્ષક હતાં.

અર્જુન હસ્તીનાપુર આવી યુધિષ્ઠીરને શ્રીકૃષ્ણ સ્વર્ગધામ સિધાવી ગયા છે. પછી પાંડવો પણ અભિમાન્યુ પુત્ર પરીક્ષિતનો રાજયભિષેક કરી હિમાલયમાં મોક્ષ પામે છે.

કળીયુગની શરૂઆત થાય છે. પરીક્ષિત રાજાને શમિકમૂનિએ શાપ આપેલ તક્ષક નાગથી સાત દિવસની અંદર તારૂ મૃત્યુ  થશે પરીક્ષિત રાજા તેના પુત્ર જન્મેજયને ગાદી સોંપી શાપમાંથી મુકિત મેળવવા ગંગા કિનારે આવે છે. ઋષિમુનિઓને વાત કરે છે. જયાં વેદ વ્યાસ તેને સાત દિવસ ભાગવત સપ્તાહનું રસપાન કરાવે છે. ભાગવત સપ્તાહ પિતૃમોક્ષ તારણ સાથે  જીવન ઉધ્ધારક ગ્રંથ છે.

આવુ ભગીરથ કાર્ય ગોંડલીય પરિવાર દ્વારા કાલાવડ મુકામે સાત દિવસ સુધી થઇ રહ્યું છે. જેનો લાભ સગા-સ્નેહીજનોને પધારવા ગોંડલીયા પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. 

(12:12 pm IST)