Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગારીયાધાર નગરપાલીકા વિરોધ પક્ષની માંગણીને ગ્રાહ્ય રાખતી ગુજરાત હાઇકોર્ટ

ગારીયાધાર તા. ૭ :.. ગારીયાધાર ન. પા. કચેરીમાં સત્તા પક્ષને વિરોધ પક્ષ દ્વારા ભીંંસમાં લેવામાં આવ્યો છે. જેમાં ગત બે માસ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ ન.પા.ની સમિતિઓ રચના કર્યા વગર સત્તા પક્ષ દ્વારા બીલોના ચુકવણાઓ કરતા હોવાની અરજી દાખલ કરાઇ હતી.

ગુજરાત હાઇકોર્ટમાં ન. પા. વિરોધ પક્ષના ૧૪ સદસ્યો દ્વારા જાહેર હિતમાં ન. પા. કચેરી ખાતે આરોગ્ય, કારોબારી જેવી વિવિધ સમિતિઓની રચના વગર સત્તા પક્ષ દ્વારા લાખો રૂપિયાના બીલો ચુકવાયાની અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા આ સ્પેશ્યલ સીવીલ એપ્લીકેશન નં. ૧૦૧૦૮/ર૦૧૮ ને ગ્રાહય રાખી દિવાળીના મીની વેકેશન પુર્ણ થયા બાદ આગળ ચલાવવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.

નામદાર હાઇકોર્ટ દ્વારા આગામી દિવસોમાં વિરોધ પક્ષના આ કેસ બાબતમાં ગારીયાધાર ન.પા. અધિકારીઓ, અને સત્તાધીશોને રેલો આવે તો ના નહિં...!

જેની આઇપીસી કલમ ૩૦૬, પ૦૬(ર), ૧૧૪ અને મીન લોન્ડ્રીંગ ૪૦-૪ર મુજબ ફરીયાદ દાખલ કરી આગળની તપાસ પીએસઆઇ આર. એસ. વ્યાસ  ચલાવી રહ્યા છે.

(12:04 pm IST)