Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

વિંછીયામાં બે બાઇક સામ-સામે અથડાતાં કોળી વૃધ્ધ જેન્તીભાઇ ડાભીનો જીવ ગયો

રાજકોટ તા. ૭: વિંછીયામાં બે બાઇક સામ-સામે અથડાતાં કોળી વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ વિંછીયામાં જીનપરામાં રહેતાં જેન્તીભાઇ પોપટભાઇ ડાભી (કોળી) (ઉ.૬૦) ગત સાંજે સાડા છએક વાગ્યે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે વિંછીયા પોલીસ મથક નજીક જ બીજા બાઇક સાથે અકસ્માત સર્જાતા જેન્તીભાઇ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં વિંછીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે વિંછીયા પોલીસને જાણ કરી હતી.

(12:02 pm IST)