Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

બાબરાના પાનસડા ગામે સીસી રોડનુ ખાત મુહુર્ત કરતા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી

બાબરાના પાનસડા ગામે મંજૂર થયેલા બે સીસી રોડનુ બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઇ બુટાણી હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગ્રામજનોની રજૂઆતથી ભાજપ શાસિત તાલુકા પંચાયત દ્વારા  આયોજનની ગ્રાન્ટમાંથી તેમજ એ,ટી,વી,ટી ની ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવ્યા હતા  ગ્રામજનો તથા આગેવાનોએ ભાજપ સરકાર છેવાડાના વિસ્તારોમાં સુધી રોડ રસ્તાના કામો કરીયા છે તેબાબતે અભિનંદન આપ્યા હતા  સી,સી, રોડ ની મંજુરી તત્કાળ મેળવવા બદલ બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઇ બુટાણીનો ગ્રામજનોએ આભાર માન્યો હતો 

આતંકે બાબરા તાલુકા ભાજપ ના મહામંત્રી હીતેષભાઇ કલકાણી, ઉપસરપંચ બાબભાઇ વાળા, માજી સરપંચ નાથાભાઇ સતાણી, લખમણભાઈ વધાસીયા, નારણભાઇ સગર, કીરીટભાઇ ઠુંમર, ચતુરભાઈ ગોઠીયા, ગોવિંદભાઈ ખોખરીયા,બાબભાઇ મકવાણા, સવજીભાઈ રામાણી, શાંતિભાઈ પરમાર સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા

(12:35 am IST)