Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં રહેતા પરિવારની ૫ વર્ષની બાળકી સાથે સાવકા પિતાએ જ દુષ્કર્મ આચર્યું : ભારે ચકચાર

મહિલાને સુરેન્દ્રનગર જીલ્લાના એક યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને એક જ ઓરડીમાં પતિ-પત્ની જેમ સાથે રહેતા :સાવકા પિતાએ જ ૫ વર્ષની માસૂમ બાળકી પર નજર બગાડી

ઓદ્યોગિક નગરી મોરબીમાં ક્રાઈમ રેટ ધીમે ધીમે વધી રહ્યો છે ગંભીર કહેવાતા ગુનાઓ અવારનવાર બનતા હોય છે જેમાં સિરામિક ફેકટરીમાં રહેતા પરિવારની ૫ વર્ષની બાળકી સાથે સાવકા પિતાએ જ દુષ્કર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે તો પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
મોરબી નજીક આવેલ ગ્રામ્ય પંથકમાં સિરામિક ફેકટરીમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે હેવાનિયત આચરવામાં આવી છે પાંચ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવામાં આવી હોય તેવી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદ નોંધાતા તાલુકા પીઆઈ કે એ વાળા સહિતની ટીમ તુરંત એક્શનમાં આવી છે અને બનાવ મામલે તપાસ હાથ ધરી છે
 બનાવની સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીકના સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતી મહિલાને પાંચ વર્ષની દીકરી હોય જે મહિલાને સુરેન્દ્રનગર જીલ્લાના એક યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને એક જ ઓરડીમાં પતિ-પત્ની જેમ સાથે રહેતા હતા જે સાવકા પિતાએ જ ૫ વર્ષની માસૂમ બાળકી પર નજર બગાડી હતી અને બાળકીને હવસનો શિકાર બનાવી હતી મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી પોલીસના હાથવેંતમાં જ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે

(10:26 pm IST)