Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

થાઇલેન્‍ડમાં થયેલ ગોળીબારમાં મૃતકોના પરિવારજનોને પૂ.મોરારીબાપુ દ્વારા ૪ લાખથી વધુની રકમની સહાય

રાજકોટ, તા.૭: ગઈકાલે થાઈલેન્‍ડના એક ચાઈલ્‍ડ ડે કેર સેન્‍ટરમાં નિવળત્ત પોલીસ અધિકારી દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવેલ. થાઈલેન્‍ડના નોન્‍ગ બુઆ પ્રાંતમાં ઘટેલી ગોળીબારની આ હૃદયદ્રાવક ઘટનામાં ૩૭ લોકોએ તેમના પ્રાણ ગુમાવ્‍યા છે. આ કરુણ ઘટનામાં ૨૨ જેટલાં નિર્દોષ બાળકો પણ મોતને ભેટયાં છે !

પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર નિવળત્ત થાઈ પોલીસ અધિકારીએ ચાઈલ્‍ડ ડે કેર નર્સરીમા આ ગોળીબાર કર્યો હતો અને તેના પરિણામે તેની પત્‍ની અને પુત્ર સહીત ૩૭ લોકોએ પ્રાણ ગુમાવ્‍યા છે. આ તમામ મળતકોને શ્રદ્ધાંજલિ અર્પતા પૂજ્‍ય મોરારિબાપુએ પ્રત્‍યેક મળતકના પરિજનોને રૂપિયા ૧૧-૧૧ હજારની સહાય પ્રેષિત કરી છે, જેની કુલ રકમ ચાર લાખ સાત હજાર થાય છે.

સને ૨૦૧૧ની સાલમાં થાઈલેન્‍ડમાં પૂજ્‍ય મોરારિબાપુ દ્વારા રામકથાનું અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવ્‍યું હતું . એ સમયના તે રામકથાના યજમાન શિતુલભાઈ પંચમિયા અને નૈરોબી સ્‍થિત નિલેશભાઈ જસાણી દ્વારા સ્‍થાનિક પ્રસાશન અને આગેવાનોને સાથે રાખી તમામ મળતકોના પરિજનોને સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે. અત્‍યંત કરુણ એવી આ ઘટનામાં જે બાળકો તથા અન્‍ય લોકો મળત્‍યુ પામ્‍યા છે તેમના નિર્વાણ માટે પૂજ્‍ય બાપુએ પ્રાર્થના કરી છે, શ્રદ્ધાંજલિ અર્પી છે તેમજ તેમના પરિવારજનો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરી છે. તેમ જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે.

(2:26 pm IST)