Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જાફરાબાદના વારાહસ્‍વરૂપ ગામમાં કામ ધંધો ન કરતા પુત્ર ઉપર પિતાનો જીવલેણ હુમલો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૭ : જાફરાબાદ તાલુકાના વારાહસ્‍વરૂપ ગામે જીવુબેન બાબુભાઇ સાંખટ (ઉવ. ૪૫)ના દિકરો રામભાઇ છેલ્લા ઘણા સમયથી મજુરી કામે જતો ન હોય અને કાંઇ કામ ધંધો કરતો ન હોય જેથી પિતા નહિ તો હુ તેને કયારેક ન કરવાનું કરી નાખી તેમ છતાં કોઇ કામ ધંધો ન કરતા તા. ૩/૧૦ના બપોરના ૧૨ વાગ્‍યે પુત્ર રામભાઇ પોતાના ઘરે જમીને સુતો હતો તે દરમિયાન પિતા બાબુ બિજલભાઇ સાંખટે કુહાડા વડે માથામાં કપાળ ઉપર તેમજ ડાબા જમણા લમણા ઉપર અને નાક ઉપર તેમજ નેણમાં કુહાડાના છ થી સાત જેટલા ઘા મારી મારી નાખવાની કોશિષ કરી ડાબા હાથની આંગળી કાપી નાખી જીવલેણ ઇજા કર્યાની જીવુંબેન બાબુભાઇ સાંખટે પતિ બાબુ બિજલ સાંખટ સામે જાફરાબાદ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પી.આઇ. કે.સી.પારગી ચલાવી રહ્યા છે.

મોત

બગસરા તાલુકાના જુની હળીયાદ ગામે રહેતી ઇલાબેન રાજુભાઇ પરમાર ઉવ.૨૭ના પતિ રાજુભાઇનું એકાદ મહિલા પહેલા મૃત્‍યુ પામેલ ત્‍યારથી ગુમસુમ રહેતી હોય અને કોઇ સાથે વાતચીત કરતી ન હોય પોતાના પિતાના ઘરે આવેલ રૂમમાં છતમાં નાખેલ પાઇપ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્‍યાનું નાથાભભાઇ પાંચાભાઇ દાફડાએ બગસરા પોલીસમાં જાહેર કરેલ છે.

ઇજા

દામગનર આંબેડકર સોસાયટીમાં  રહેતી પ્રવિણભાઇ ઉર્ફે પરેશભાઇ પ્રાગજીભાઇ જયપાલ (ઉવ.૩૪)ને ઘર પાસે વિજય નરસિંહ રાઠોડ, કાંતી હરજી વિરાસ ગાળો બોલતા ના પાડતા લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારી ઇજા કર્યાની દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

(2:17 pm IST)