Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સાવરકુંડલા સાંસદ કાર્યાલયે પદાધિકારીઓની બેઠક યોજાઇ

કેન્‍દ્રીય મંત્રી ભૂપેન્‍દ્રભાઇ યાદવ અમરેલી પધારી રહ્યા છે

અમરેલી,તા. ૭: આગમી તા. ૭ કેન્‍દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી ભૂપેન્‍દ્રભાઈ યાદવ જી અમરેલી જીલ્લાના રાજુલા અને સાવરકુંડલા ખાતે પધારી રહેલ છે ત્‍યારે તેના કાર્યક્રમ આયોજનના ભાગરૂપે સાંસદ કાર્યાલય, સાવરકુંડલા ખાતે જિલ્લા ભાજપ અધ્‍યક્ષ કૌશિકભાઈ વેકરીયાના અધ્‍યક્ષ સ્‍થાને અને સાંસદ  નારણભાઈ કાછડીયાની વિશેષ ઉપસ્‍થિતિમાં પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી.

આ તકે જિલ્લા ભાજપ મહામંત્રીઓ  રાજેશભાઈ કાબરીયા અને  ભુપેન્‍દ્રભાઈ બસિયા, પૂર્વ સંસદીય સચિવ  હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્‍ય  કાળુભાઈ વિરાણી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન  પુનાભાઈ ગજેરા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન  વિપુલભાઈ દુધાત, જિલ્લા ભાજપ ઉપપ્રમુખો  સુરેશભાઈ પાનસુરીયા,  શરદભાઈ પંડ્‍યા,  યોગેશભાઈ બારૈયા, માર્કેટીંગ યાર્ડ ચેરમેન  દિપકભાઈ માલાણી, જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી  રવુભાઈ ખુમાણ સહિત સાવરકુંડલા અને રાજુલા વિધાનસભાના તમામ મંડલ પદાધિકારીઓ, જિલ્લા પંચાયત સભ્‍યો, તાલુકા પંચાયત પ્રમુખો - ઉપપ્રમુખો, ચેરમેનો તેમજ નગર પાલિકા પ્રમુખો અને ઉપપ્રમુખો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(2:14 pm IST)