Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયા બાદ ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને સી.આર.પાટીલની શુભેચ્‍છા મુલાકાત લીધી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૭ : વિસાવદર-ભેસાણના કોંગ્રેસના ધારાસભ્‍યપદેથી રાજીનામુ આપી ગઈકાલે કમલમ ખાતે વિધિવત ભાજપમા જોડાયેલા હર્ષદભાઇ રિબડીયાએ ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ  પ્રમુખ સી.આર.પાટીલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. કમલમ ખાતે હર્ષદભાઇ રિબડીયાને પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ સંગઠનના પ્રદેશ પદાધિકારીઓ વિનોદભાઈ ચાવડા, ઋત્‍વિકભાઇ પટેલ,ભરતભાઈ  ડાંગર, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમા ખેસ પહેરાવી વિધિવત ભાજપમા પ્રવેશ આપ્‍યો હતો.

વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વ તેમજ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈ  પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્‌ ખાતે કેન્‍દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહ, મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ  -દેશ ભાજપના અધ્‍યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્‍થિતિમાં વિસાવદર ભેસાણના પૂર્વ ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયા સહિત આગેવાનો  ભારતીય જનતા પાર્ટીમા? જોડાયા હતા. આ પ્રસંગે યુવા મોરચાના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી રોહિત ચહલજી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરિટભાઈ પટેલ, ધારાસભ્‍યો જે.વી.કાકડીયા,  અક્ષયભાઈ પટેલ,  પ્રદેશના સહ પ્રવકતા ભરતભાઈ ડાંગર, પ્રદેશ મીડિયા વિભાગના મીડિયા કન્‍વીનરશ્રી ડો.યજ્ઞેશભાઈ દવે, પ્રદેશ યુવા ભાજપના પૂર્વ અધ્‍યક્ષ ઋત્‍વિજ ભાઈ પટેલ અને પ્રદેશ મીડિયા વિભાગના સહ કન્‍વીનર  ઝૂબિનભાઈ આસરા ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:11 pm IST)