Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોરબીમાં 'તમારી દિકરીને કયારે મોકલવાની છે' કહી પ્રભાબેનને જમાઇ વસંતે માર માર્યો

મહિલાની ફરિયાદ પરથી જમાઇ સામે ગુનો

(પ્રવિણ વ્યાસ)મોરબી તા. ૭ :  મોરબી શહેરની આંબેડકર કોલોનીમાં જમાઈએ સાસુને 'તમારી દિકરીને ક્યારે મોકલવાની છે' કહી મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સાસુએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી.

મળતી વિગત મુજબ આંબેડકર કોલોનીમાં રહેતા પ્રભાબેન રમેશભાઇ સારેસાએ પોલીસ ફરિયાદમાં તેના જમાઈ વસંત દાનાભાઇ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની દીકરી છેલ્લા ત્રણેક માસથી તેના જમાઈ વસંતથી જુદી રહેવા જતી રહેલ અને એકાદ માસથી ફરી સાથે રહેવા આવી હતી. જેથી વસંતે પ્રભાબેન ના ઘેર જઇને કહ્યું હતું કે 'તમારે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે.'એ વખતે પ્રભાબેને જણાવ્યું હતું કે,તમારા ઘરના બે વડીલોને લાવો અમે વાત ચીત કરી મોકલી દઇશુઁ આ શબ્દો સાંભળીને વસંત ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રભાબેનને ગાળો ભાંડી પોતાની પાસે રહેલ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ફરિયાદીના આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬(૨)તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(4:34 pm IST)