Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

બેટ દ્વારકામાં ડિમોલેશન સાતમા દિવસે પણ અવિરતઃ હવે અંતિમ તબકકામાં

ગઇકાલે ૧૦ દબાણમાં આઠ હજાર ફુટ જગ્‍યા ખાલી થઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૭ : બેટ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડાશ્રી નિતેશકુમાર પાંડેની આગેવાનીમાં બેટ દ્વારકામાં શરૂ કરાયેલ ડીમોલેશન કાર્યવાહી સાતમાં દિવસે પણ અવિરત રહીને દ્વારકામાંજ નહી પણ ગુજરાતમાં એકજ સ્‍થળે સતત સાત દિવસ દબાણો હટાવો ઓપરેશન ચાલુ રાખીને ઇતિહાસ સર્જાયો છ.ે

ગઇકાલે પણ જિ.પો.વડાશ્રી નીતેશકુમાર પાંડેના માર્ગદર્શનમાં પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, પાર્થ તલસાણીયા તથા ડી.વાય.એસ.પી.સમીર સારડા તથા પાલિકા ચીફ ઓફીસર અમિત પંડયા તથા તેમની ટીમ દ્વારા જુદા જુદા દશ સ્‍થળે દુકાનો તથા મકાનો બનાવેલા તેવા બાંધકામ તોડીને આઠ હજાર ફુટ જગ્‍યા બજાર કિંમત રૂા.૧પ લાખની તોડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગત શનિવારે શરૂ થયેલુ બેટ દ્વારકાનું દબાણ હટાવો ઓપરેશન હવે અંતિમ તબકકામાં પ્રવેશ્‍યું છે. આજે પણ ગામ તળ વિસ્‍તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું ગઇકાલેગેરકાયદે જમીન પર બાંધેલ દુકાનો તથા મકાનોને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

૧૪૦જેટલા દબાણો હટાવાયા

સમગ્ર દ્વારકા જ નહી પણ ગુજરાતમાં ભારે ચર્ચા જગાડનાર તથા નેશનલ ટી.વી.ચેનલોએ જેમની નોંધ લીધી હતી તે બેટ દ્વારકાનું દબાણ હટાવો ઓપરેશનમાં છેલ્લા છ દિવસમાં ૧૪૦ જેટલા બાંધકામ તોડી પાડવામાં આવ્‍યા હતા જેમાં ગૌચર, સરકારી પગલા ગામતળનો સમાવેશ થાય છે. તથા અંદાજીત ૬.૭પ કરોડ ઉપરાંતની કિંમતની જગ્‍યાઓ ખાલી થઇ છે. જેનો અંદાજ ૧.૭પ લાખ ફુટ જેવી જગ્‍યાઓ ખાલી થઇ છે.

સરકારી તંત્ર દ્વારા જે જગ્‍યાઓ પર દબાણો દુર થયા તેમાં ર૦૦/૩૦૦ ફુટની માંડીને પાંચ-સાત આઠ હજાર ફુટના દબાણો પણ ખાલી કરાયા છે તો દુકાનો, મકાનો બાંધીને રાખેલા, વંડા વારીને રાખેલા તથા સરકારી જમીનો પર ધર્મસ્‍થાનો પણ તોડી પાડવામાં આવ્‍યા હતા. તથા તમામ ગેરકાયદે જગ્‍યાઓ પરજ કાર્યવાહી થઇ છે કયાંય કોઇપણ જગ્‍યાએ કાયદેસર જગ્‍યાઓ પરજ કાર્યવાહી થઇ છે કયાંય કોઇપણ જગ્‍યાએ કાયદેસર જગ્‍યા પર કોઇ કાર્યવાહી થઇ નથી તે પણ રેકોર્ડ ગણાય છે.

તંત્ર દ્વારા લિસ્‍ટ બનાવીને ગામતળ, ગૌચર, સરકારી ખરાબા, જંગલ પોતાની જગ્‍યા વિ.તમામ ગેરકાયદે બાંધકામમાં તોડવાનું શરૂ કરાયેલું જેનું લિસ્‍ટ હવે પુર્ણ થઇ ગયા પછી કેટલુ બાકી રહે છે. તેના પર હવે પછીની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે જો બાકી રહી જશે તો આવતીકાલે કાર્યવામી થશે.

પ્રાંત અધિકારીઓ ડી.વાય.એસ.પી. સીટીસર્વે સુપ્રિ. ન.પા.ચીફ ઓફીસર જિ. પો.વડા વિ. દ્વારા સતત સાત સાત દિવસ બેટ દ્વારકામાં દબાણ હટાવી કામગીરીમાંજ રહેતા આ તમામ અધિકારીઓની કચેરીન કાર્યવાહી ઠપ્‍પ જેવી સ્‍થિતિમાં થઇ ગઇ છે.

(1:58 pm IST)