Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ઢોર (ગાય-ભેંસ)ને આપવાના ઇન્‍જેકશન બનાવતી ફેકટરીના ફરારી આરોપીને પકડી પાડતી જામનગર એસઓજી

જામનગર તા. ૭ : પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના તથા એસ.ઓ.જી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.એન.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સબ. ઇન્‍સ. જે.ડી.પરમાર એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન એસ.ઓ.જી.ના સ્‍ટાફના અરજણભાઇ કોડીયાતર તથા રમેશભાઇ ચાવડા તથા મયુદિનભાઇ સૈયદને હકિકત મળેલ કે જામનગર સીટી સી ડીવી પો. સ્‍ટે.ના બી. પાર્ટ ગુ.ર.નં.૧૦પ૩-ર૦રર પ્રાણી (ઢોર) ક્રુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ની કલમ ૧ર મુજબના ગુનાના ફરારી આરોપી જયકિશન ઉર્ફે જેકી માતમભાઇ પરમાર રહે. સુરેન્‍દ્રનગર વાળો હાલ સાત રસ્‍તા પાસે ઉભેલ હોય જેનીસદર જગ્‍યાએ જતા મજકુર ઇસમ જયકિશન ઉર્ફે જેકી માતમ પરમાર ઉ.વ.૪૩ રહે. કુ઼ભારપરા માંડવરાય પેટ્રોલપંપ પાછળ સુરેન્‍દ્રનગર મળી આવતા તેને ઝડપી લેવાયો છે.

(1:57 pm IST)