Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સાવરકુંડલા ગુર્જરક્ષત્રિય કડિયા જ્ઞાતી આયોજિત નવરાત્રી મહોત્સવમાં આગેવાનોની ઉપસ્થિતિ

સાવરકુંડલા :  શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ પ્રેરીત શ્રી શ્યામ સેના દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં  દશેરા નાં દીવસે મેગા ફાઈનલ રાસ ગરબામાં અમદાવાદ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનાં આગેવાન બિલ્ડર અને આ મહોસ્તવ ના મુખ્ય દાતા ભામાશા શ્રી કમલેશભાઈ ચૌહાણ ને સમાજ ના પ્રમુખ ગોવિંદભાઈ પરમારની સાથે ટ્રસ્ટીશ્રીઓ અને શ્યામ સૈનિકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તેમજ સાવરકુંડલા ઝ્રક્કસ્નષ્ટ શ્રી હરેશભાઈ વ્હોરા, અમરેલી કડીયા સમાજના ટ્રસ્ટીશ્રી અને જીલ્લા ભાજપ મંત્રી જયેશભાઇ ટાંક કડીયા સેવા સંધ અમરેલીનાં કાર્યકારી અઘ્યક્ષ શ્રી હરેશભાઈ ટાંકએ હાજરી આપી હતી. (તસ્વીરઃ અહેવાલઃ દિપક પાંધી-સાવરકુંડલા)

(1:38 pm IST)