Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પોરબંદરમાં સિપાઇ સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ

પોરબંદર તા.૭:સિપાઇ સમાજ ટ્રસ્‍ટ દ્વારા ગુજરાતના સિપાઇ સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓ તથા સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાઓનો સન્‍માન સમારોહ તા.૧૩ નવેમ્‍બર ૨૦૨૨ રવિવાર બપોરે ૧થી ૬ સુધી પોરબંદર ખાતે યોજાશે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨મા ં ધોરણ ૮અને ૯માં ૭૦% કે તેથી વધુ ધોરણ ૧૦, ૧૧, ૧૨(કોમર્સ/ આર્ટ્‍સ)માં ૬૦% કે તેથી વધુ, ધોરણ ૧૧, ૧૨(સાયન્‍સ)માં ૫૦% કે તેથી વધુ, કોલેજ કે અન્‍ય ફેકલ્‍ટીમાં ૫૦%કે તેથી વધુ, શૈક્ષણિક વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ સુધીમાં જે વિદ્યાર્થીઓ ગ્રેજયુએશન કે પોસ્‍ટ ગ્રેજયુએશન ૫૦%થી વધુ માર્કસ સાથે પૂર્ણ કરેલ હોય તેવા, જે વિદ્યાર્થી શારીરિક વિકલાંગ હોય, તેમણે પણ મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ પાછળ પોતાનું પુરૂ નામ, સરનામું, પોતે જ સિપાઇ જમાતમાં હોય તેનું નામ, વિદ્યાર્થી કે વાલીનો મોબાઇલ નંબર તથા એક પાસપોર્ટ સાઈઝનો ફોટો પાછળ નામ અને મોબાઇલ નંબર, લખી તા.૧૩/૧૦૨૦૨૨ સુધીમાં સિપાઇ સમાજ ટ્રસ્‍ટ ગુજરાતના કાર્યકરો અથવા સિપાઇ સમાજ ટ્રસ્‍ટના કાર્યાલય પર પહોંચાડી રિસીપ્‍ટ મેળવી લેવાની રહેશે.

૧ ઓકટોબર ૨૦૧૯થી ૧૩/૧૦/૨૦૨૨ સુધીમાં સરકારી  કે અર્ધસરકારી ખાતાઓમાં કાયમી નોકરી મેળવનાર સિપાઇ યુવક/ યુવતીઓનુંૅ સન્‍માન કરવાનું હોવાથી તેમણે પણ (જેમનું અગાઉના વર્ષોમાં સન્‍માન થયેલુ ન હોય તેવા યુવાઓ) પોતાનુૅ પુરૂ નામ, ફોટો અને જે તે સરકારી/ અર્ધસરકારી ખાતા તરફથી આપવામાં આવેલ કાયમી નિમણૂંક ઓર્ડરની નકલ, હોદ્દો અને સ્‍થળ અંગે તમામ વિગત તથા પોતાનું સરનામું અને મોબાઇલ નંબર કાર્યાલયના સરનામે અથવા સિપાઇ સમાજ ટ્રસ્‍ટ-ગુજરાતના કાર્યકરોને આપી રિસીપ્‍ટ મેળવી લેવાની રહેશે.

વર્ષ ૨૧-૨૨માં રમતગમત અથવા સાંસ્‍કૃતિક સ્‍પર્ધામાંૅ જો કોઇ વ્‍યકિતએ રાજય સ્‍તરે અથવા રાષ્‍ટ્રીય સ્‍તરે પ્રથમ ત્રણ નંબરના ક્રમ પર આવેલ હોય તો તેમનું પણ સન્‍માન કરવામાં આવશે. ડો.અવેશ એ.ચૌહાણ મો. ૯૮૨૪૨ ૪૩૨૧૮, ઇસ્‍માઇલખાના શેરવાની મો. ૯૮૯૮૯ ૨૩૬૬૦, અબ્‍દુલકાદરભાઇ ભટ્ટી મો. ૯૪૨૭૫ ૭૦૭૮૬ રિઝવાનભાઇ રાઠોડ મો. ૯૯૧૩૦ ૬૭૮૬૧ તેમજ છાયા , ઝાકીરહુશેનભાઇ કુરેશી મો. ૭૪૦૫ ૮૮૧૯૬૩, ઇરફાનભાઇ નાયક મો. ૯૭૨૩૧ ૭૨૨૨૩, રફિકભાઇ કુરેશી મો. ૯૩૧૩ ૮૦૯૮૫૯ તેમજ કુતિયાણા ફબરુદીનભાઇ કુરેશી ૯૮૯૮૯ ૩૮૮૩૩નો સંપર્ક સાધવા સિપાઇ સમાજ ટ્રસ્‍ટ ગુજરાતના પ્રમુખ ડો.અવેશ એ. ચૌહાણ અને ઇસ્‍માઇલખાન શેરવાની દ્વારા યાદી પાઠવામાં આવેલ છે.

(11:48 am IST)