Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ભાવનગરમાં જુગાર રમતા ચાર તથા પાલીતાણામાં ત્રણ ખેલૈયા ઝડપાયા

  ભાવનગરઃઆડોડીયાવાસ વિસ્તારમાં આવેલ અખાડા પાસેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ગણેશ વિનુભાઈ પરમાર, આરીફ મોહમ્મદભાઈ ભાદુલા, રાજુ બચુભાઈ વાઘેલા અને જીતેન્દ્ર ડાહ્યાભાઈ શિયાળને ઘોઘારોડ પોલીસે ઝડપી લઇ રૃ.૧૨,૫૩૦ રોકડા કબજે કર્યા હતા. જ્યારે પાલીતાણા શહેરના આદપર રોડ પર ચૂનાની ભાઠી નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ભરત મનજીભાઈ વાઘેલા, બુધા બાબુભાઈ રાઠોડ અને વિષ્ણુ જીવરાજભાઈ રાઠોડને એલ.સી.બી.ટીમે ઝડપી લઇ રૃ.૨૦,૨૦૦ રોકડા અને જુગારને લગતું સાહિત્ય કબજે કરી તમામ વિરુદ્ધ પાલીતાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(12:34 pm IST)