Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જૂનાગઢના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવાસંઘ સૌરાષ્‍ટ્ર દ્વારા જ્ઞાતિજનોને દિવાળીની ભેટ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૭ : કેબીનેટ મંત્રી  પ્રદીપસિંહ પરમાર અને આર. સી. મકવાણા  સામાજિક અને ન્‍યાય અધિકારીતાના મંત્રીની જ્ઞાતિ અગ્રણીઓએ મુલાકાત લઈ રૂબરૂ રજુઆત કરતા બંને મંત્રીઓની મિટિંગ માં રાજગોર બ્રાહ્મપ જ્ઞાતિને અન્‍ય જ્ઞાતિની જેમ પ્રમાણપત્ર આપવાની  દરખાસ્‍ત માન્‍ય રાખી  નિર્ણય લેવામાં આવેલ છે.આથી જે જ્ઞાતિજનોના કુટુંબં obcમાં સમાવેશ થયેલ નથી તે કુટુંબો પણ obcમાં આપોઆપ સમાવેશ થઇ જશે. અને પ્રમાણપત્ર મેળવવા હકદાર બનશે. હવેથી બાળકોના નામ ઉમેરવા કે એવી કોઈ પણ જરૂરિયાત નહીં રહે. આ અંગેનો અમદાવાદ વિદ્યાર્થી ભુવનના લોકાર્પણ સમયે પ્રમુખે તેઓના વક્‍તવ્‍યમાં પણ નિર્દેશ આપેલ હતો. જેનો હુકમ ટૂંક સમયમાં થઈ જશે. આ બાબતે રજુઆત કરવા અને નિરાકરણ માટેના પ્રયાસ  અશોકભાઈ ભૂટક, હરેશભાઈ મહેતા મહુવા, સંજયભાઈ દવે રાજકોટ, ધારાસભ્‍ય  લાખાભાઈ સાગઠિયાનો મુખ્‍ય ફાળો છે. આ સાથે બાબુભાઈ જોશી મહામંત્રી, ગુણવંતભાઈ ભરાડના તેમજ  કશ્‍યપભાઈ  દવેના પ્રયાસથી પરિણામ પ્રાપ્ત થયું છે.તેમ રસિકભાઈ જોશી પ્રમુખ શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સૌરાષ્‍ટ્રની યાદીમાં જણાવાયેલ છે

(12:38 pm IST)