Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જામકંડોરણામાં ૧૦૦ વિઘા જમીનમાં નરેન્‍દ્રભાઇની સભા માટે ડોમનું નિર્માણ

સવા લાખ લોકોની જનમેદની વડાપ્રધાનનું અભિવાદન જીલશે : જયેશ રાદડીયા, મનસુખ ખાચરીયા સહિતની આગેવાનીમાં તડામાર તૈયારી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૭ : ચૂંટણીના પડધમ વાગી રહ્યા હોય તમામ પક્ષો પોતાની તાકાત બતાવવા પડમાં આવી ગયા છે. ગુજરાત ભાજપનો ગઢ હોય તેમાં પણ સૌરાષ્‍ટ્રની સીટો ઉપર ભાજપનું પુરૂ વર્ચસ્‍વ રહ્યુ છે. ચૂંટણી નજીક આવતી હોય તે દરમ્‍યાન ગુજરાતના પનોતા પુત્ર દેશનના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની જનસભા નાના એવડા જામકંડોરણા ખાતે યોજાવાનું નક્કી થતા અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.
ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા તથા જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, ઠેર ઠેર મીટીંગો યોજી જનસભામાં ઉમટી પડવા આહવાન કરી રહ્યા છે. ગઇ કાલે જેતપુરના રોટરી હોલ તેમજ લેઉવા પટેલ સમાજ ખાતે શહેરના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ભાજપના આગેવાનો કાર્યકર્તાઓની મીટીંગ બોલાવવામાં આવેલ જેમાં ભાજપ દ્વારા આયોજીત વડાપ્રધાનની જનસભામાં બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા જણાવેલ. કાંઇગ  એસો. પ્રમુખ જેન્‍તીભાઇ રામોલીયા -યાર્ડના ચેરમેન જેન્‍તીભાઇ હીરપરાએ તમામ કારખાનાઓ તથા યાર્ડ સંપૂર્ણપણે બંધ રાખી હજારોની સંખ્‍યામાં લોકો જસભામાં જોડાશે તેવી ખાત્રી આપેલ.
વિદેશોમાં આપણા વડાપ્રધાનનું અભિવાદન ઝીલવા હજારોની સંખ્‍યામાં લોકો ઉમટી પડતા હોય ત્‍યારે જામકંડોરણા ખાતે પ્રથમ વખત ઘરઆંગણે આવતા હોય લોકોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. મીટીંગમાં ગોરધનભાઇ ધામેલીયા, રાજુભાઇ હીરપરા, વી.ડી. પટેલ, રમેશભાઇ જોગી, શુરેશભાઇ સખરેલીયા, દિનેશભાઇ ભુવા, જયસુખભાઇ ગુજરાતી સહિત શહેરના ઉદ્યોગપતિઓ, આગેવાનો સુધરાઇ સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમ અંગે માહિતી આપતા જયેશભાઇ રાદડીયા તથા મનસુખભાઇ ખાચરીયાએ જણાવ્‍યુ હતુ કે કંડોરણા ખાતે ૪૦ વીઘામાં જર્મન ટાઇપ ડોમ બનાવવામાં આવેલ છે. જેમાં સવા લાખ લોકો બેસી શકશે. એક હજારથી વધારે બસ ૫૦૦ જેટલા ખુલ્લા વાહનો, ફોર વિલ બાઇકના પાર્કીંગ તમામ વ્‍યવસ્‍થા માટે ૧૦૦ વીઘા જમીન ઉપર આયોજન કરવામાં આવેલ છે.

 

(11:29 am IST)