Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જસદણ તાલુકાના બોઘરાવદર ગામે ૧૯૬૨ પશુવાને ગાયની પ્રસૂતિ કરાવી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૭ : જસદણ તાલુકાના બોઘરાવદર ગામે રહેતા કમલેશભાઈ ડોબરીયાની ગાયને પસુતીની પીડા ઉભી થઈ ત્‍યારે તેમને સમજવું અઘરૂં હતું ત્‍યારે તે સમયે ૧૯૬૨ની સેવાની યાદ આવી એજ સમયે ૧૯૬૨ની મોબાઇલ પશુવાન જયારે પોતાના રોજિંદા સમયસર પ્રમાણે ગામડાની વિઝિટ તે ગામ સારવાર કરી રહી હતી ત્‍યારે કમલેશભાઈ ડોબરીયાની નજર આ દશગ્રામ દીઠ એક પશુ દવાખાના પર ગઈ અને તેમને મનમાં એક આશાનું કિરણ જાગ્‍યુ ત્‍યારે ડો. અશોકકુમાર અને પાયલોટ મહેશભાઈ દ્વારા તાત્‍કાલિક ધોરણે સારવાર આપી ગાયને પસુતીની પીડા માંથી મુકતી અપાય અને આ સેવાના કારણે કમલેશભાઈ ડોબરીયાને હરખના આશુ સારી પડ્‍યા.

આ સેવા જયારે લમ્‍પી જેવી ભયંકર જેવી ગંભીર સ્‍થિતિᅠરાજકોટ જિલ્લામાં ઉભી થઈ હતી ત્‍યારેᅠ ઓન કોલ ૧૯૬૨ ગામડે ગામડે દોડી રહી ને સારવાર આપી રહી હતી. આ સેવા રાજકોટ જિલ્લાના દરેક પશુપાલકો હૈયે ૧૦૮ જેવી છાપ રૂપે ખુબ જ નીવડી હતી. આ સંવેદનશિલ ગુજરાત સરકાર અને પશુ પાલન ખાતુંᅠ પશુઓના સવાસ્‍થ્‍ય તેમજ તેનીᅠ ઉત્‍પાદકતા વધારા માટે GVK EMRI સાથે મળીને યુધ્‍ધના ધોરણે કામ કરી રહી છે.

(12:35 pm IST)