Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમથી દૂર રહેજો : ભીખાભાઇ બાંભણીયા

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ,તા. ૬ : જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે ધારાસભાની ચૂંટણી નજીકમાં થવાની છે. ત્‍યારે ફરીથી પક્ષપલટાની મોસમ ભાજપ તરફથી શરૂ કરવામાં આવશે. એવું વાતાવરણ ઉભુ થતુ જાય છે. ખરીદ-વેચાણના સોદા, તોડજોડ, ટીકીટ લાલચો કે અન્‍ય અંગત સ્‍વાર્થ કે કારણોસર કઇ રીતે ગોઠવાય જાય છે. એ સમજાતુ નથી. ભારપ સરકારની આવી પ્રવૃતિ લોકશાહી માટે હાનિકર્તા અને નિદંનીય છે. પક્ષાંતર કરનારને કે કરાવનારને લાજ-શરમ જેવું કાંઇ હોય તેવું દેખાતુ નથી.

પક્ષપલટો કરનાર પોતાના અંગત સ્‍વાર્થ કે હિતને ધ્‍યાનમાં રાખીને નિર્ણય કરતા હોય છે. આમજનતાની આજની પરિસ્‍થિતીની રાજકારણીઓ તથા સરકારને પડી નથી. પક્ષપલટો કરનાર ધારાસભ્‍યો ગદ્વારા અને મતદારોનો દ્રોહ કરનારા છે. નિલજાપણાની કોઇક હદ હોવી જોઇએ. ભાજપમાં ઘણા વરસોથી પક્ષ માટે મહત્‍વનું યોગદાન આપનારા ધારાસભ્‍યો પૂર્વ મંત્રીશ્રીઓ કે સંગઠનના હોદ્દેદારોની અવગણના થતી રહી છે. છતાં કયા કારણોસર મૌન બની સહન કરે છે. એ સમજાતુ નથી. સાચુ કહેવાની કોઇનામાં હિંમત રહી નથી. પાર્ટીની શિસ્‍તના નાતે મનમાં મુઝાણે કોઇ વળવાનું નથી.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્‍યુ કે, ભાજપ એ હવે સિધ્‍ધાંતવાદી, વફાદાર કે મૂલ્‍યનિષ્‍ઠ પાર્ટી રહી છે એવું નથી ‘કોંગ્રેસ મુક્‍ત ભાજપ' ને બદલે ‘કોંગ્રેસ યુકત ભાજપ' બનતુ જાય છે. એ સૌ કોઇ જાણે છે.  સી.આર.પાટીલે કોંગ્રેસમાંથી કોઇને હવેથી પ્રવેશ નહીં આપવાની વાત કરેલી પરંતુ પોતે જ પક્ષાંતર પ્રવૃતિને ઉતેજન આપી રહ્યા છે. ત્‍યારે જવાબદાર માણસના બોલની કાંઇક તો કિંમત હોવી જોઇએ. મતદારો દરેક સમાજના લોકો, કર્મચારી વર્ગ, ખેડૂતો, બેકારો કે ધંધાર્થીઓ મોંધવારી કે અન્‍ય પ્રશ્‍નો તેમજ જ મુશ્‍કેલીઓને લીધે ગળે આવી ગયા હોય તો સત્તાપરિવર્તન માટે વિચાર્યા વગર છૂટકો નથી એવું લાગતુ હોય તો બધાએ સંગઠીત થઇ સમજદારી પૂર્વ જાગૃતિ થઇ બની સત્તાલાલચુ સરકાર કે પક્ષાંતર કરનાર ફરીથી મેદાનમાં આવે ત્‍યારે કોઇ પણ પક્ષમાં હોય તેઓને ઘર ભેગા કરવાનો સંકલ્‍પ કરવો જરૂરી છે.

(10:40 am IST)