Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ભાવનગર જિલ્લામાં લૂંટ અને ઘરફોડ ચોરી કરનાર ગેંગ ઝડપાઇ : મહિલા સહીત સાત આરોપીઓની ધરપકડ : 22 ગુન્હાનો કબૂલાત

આરોપીઓ ચોરી તથા લૂંટ કરેલા દાગીના મુથુટ ફાઈનાન્સ તથા મણપુરમમાં મુકી ફાઈનાન્સ લીધેલ: સોનીને વેચવા જાય તો પકડાઈ જવાની બીક

 

ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં રાત્રીના સમયે વાડી વિસ્તારમાં તેમજ દુરના વિસ્તારમાં એકલ દોકલ રહેતા વ્યક્તિઓના ઘરમાં દિવાલોને બાકોરૂ પાડી અંદર પ્રવેશી લૂંટ ચલાવી તથા ચોરી કરી ફરાર થયેલી ગેંગની મહિલા સહિત શખ્સોની ભાવનગર એલસીબીએ ધરપકડ કરી હતી. ગેંગે વિવિધ વિસ્તારોમાં મળી ૧૬ ઘરફોડ અને લૂંટ મળી ૨૨ ગુનાની કબુલાત આપી હતી.

 

  ભાવનગર એલસીબી તથા તળાજા પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે વેળાવદર ગામના પાટીયા પાસેથી બજાજ ડીસ્કવર બાઈક નં.જીજે.૧૪ એબી ૭૮૧૩ તથા હોન્ડા સીડી બાઈક નં.જીજે.૧૪ ૮૨૯ લઈને નિકળેલા પંકજ ઉર્ફે પપ્પુ બચુભાઈ સોલંકી (..૨૨ ) રમેશ ઉર્ફે ઘુઘલો બચુ સોલંકી (..૨૧ )તથા મુન્નાભાઈ જીતુભાઈ સોલંકી( ..૨૦ )  (રહે. ત્રણેય હમીપરા તા.તળાજા ) ને ઝડપી લઈ પુછપરછ કરતા પોતે ત્રણેય ઉપરાંત ભોળાભાઈ બાબુભાઈ જસમોરીયા (..૩૦ ) ( રે. લાકડીયા), અજય ઉર્ફે કલવો ધરમશી ચુડાસમા (..૧૯ ) ( રે. છાયા ગામ) , બાબુ ઉર્ફે ભોપો મનજી (..૪૨) (  રે. મામસીતથા ચકુબેન પંકજભાઈ સોલંકી (રે હમીપરા ) તમામ શખ્સો ગામે ગામ ફરી વિવિધ વસ્તુ વેચવાના બહાને રેકી કરતા હતા અને એકલ દોકલ રહેતા લોકોને નજરમાં રાખી રાત્રીના સમયે ત્યાં જઈ દિવાલમાં બાકોરૂ પાડી ઘરમાં પ્રવેશી સુતેલા વૃધ્ધો કે વૃધ્ધાને મારમારી તેની પાસેથી દાગીનાની લૂંટ ચલાવી નાસી છુટતા જેમાં એક વ્યક્તિ બહાર નજર પણ રાખતો હતો

   . તમામ આરોપીઓને પોલીસે ઝડપ લઈ બે બાઈક ચાર મોબાઈલ તથા ચોરી અને લુંટ કરવાના કામમાં વપરાયેલ સાધનો સહિત કબ્જે કર્યા હતા. પોલીસની તપાસ દરમિયાન તળાજા ઉપરાંત પાલીતાણા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી તથા લૂંટ કર્યાના ૨૨ ગુનાની ઝડપાયેલ ગેંગે કબુલાત આપી હતીએસ.પી. જયપાલસિંહ રાઠોડે પત્રકાર પરિષદ યોજી હતી અને સંદર્ભેની માહિતી આપી હતી. અને ઘરમાં એકલા રહેતા વૃધ્ધો અને સીનીયર સીટીઝનોએ અજાણ્યા લાગતા ફેરયા વાળાઓ કે શંકાસ્પદ ઈસમોને ઘરમાં પ્રવેશ આપવા તેમજ ઘરના મુખ્ય દરવાજા બંધ રાખવા પણ સલાહ આપવામાં આવી હતી. આમ ભાવનગર પોલીસે છેલ્લા પાંચ વર્ષથી સક્રિય લૂંટ અને ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી લઈ વણ શોધાયેલા ૨૨ જેટલા ગુનાઓ ડિટેઈક કરવામાં આવ્યા હતા.

બનાવ અંગે પોલીસે જણાવેલ કે આરોપીઓ ચોરી તથા લૂંટ કરેલા દાગીના મુથુટ ફાઈનાન્સ તથા મણપુરમમાં મુકી ફાઈનાન્સ લીધેલ છે કારણ કે સોની પાસે વેચવા જાય તો પકડાઈ જવાનો ડર હોય છે ત્યારે પોલીસ કંપનીઓને નોટીસો આપી લીગલી રીતે દાગીના છોડાવવાની કામગીરી કરશે. તેમ એસ.પી. જયપાલસિંહએ જણાવ્યુ હતું.

(12:57 am IST)