Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

મોરબીમાં તો દૂધ કરતા દારૂ વધુ વેચાય છે.: બ્રિજેશ મેરજા

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કહ્યું રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ પણ તેનું કડક પાલન થતું નથી

અમદાવાદ : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરે ઘરે દારૂનું વેચાણ થતું હોવાનું અને પીવાતો હોવાનું કહીને પોતાના રાજ્યમાં દારૂબંધી નહિ લાગુ કરવાની તરફેણ કરી હતી ત્યારે આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ શરૂ થયું છે ત્યારે ધારાસભ્ય  બ્રિજેશ મેરજાએ પણ કહ્યું કે રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ પણ તેનું કડક પાલન નથી થતું. બ્રિજેશ મેરજાએ કહ્યું કે મોરબીમાં તો દૂધ કરતા દારૂ વધુ વેચાય છે.

(11:44 pm IST)