Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

પોરબંદર વેરાવળ હાઇવે પર ટેન્કરે ટક્કર મારતા મહોત્સવમાં પગપાળા જતા રાહદારીનું કરૂણમોત

રાહદારી રોડ પર ફસડાતાં ટેન્કરનું પાછલું પૈડું રાહદારીના માથા પર ફરી વળ્યું

પોરબંદર વેરાવળ હાઇવે પર પૂર ઝડપે આવી રહેલા ટેન્કરે રાહદારીને ટક્કર મારી હતી. જેમાં રાહદારીનું મોત થયું છે. રાહદારી સમાજના મહોત્સવમાં પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટે આવી રહેલા ટેન્કરે રાહદારીને ટક્કર મારી હતી. ટક્કર મારવાના લીધે રાહદારી રોડ પર ફસડાતાં ટેન્કરનું પાછલું પૈડું રાહદારીના માથા પર ફરી વળ્યું હતું. જેના લીધે ઘટનાસ્થળે જ રાહદારીનું મોત નીપજ્યું હતું.

(10:14 pm IST)
  • ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર દોષિતઃ ૧૦ વર્ષની સજા : પાટણઃ જિલ્લાના સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં એટીએસએ ધરપકડ કરી હતીઃ ત્યારબાદ આ પ્રકરણમાં કોર્ટે કિશોરસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યા છે અને ૧૦ વર્ષની સજા ફટકારી છે access_time 4:22 pm IST

  • હેગીબસ વાવાઝોડુ મજબૂત બન્યુ : આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભયઃ આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપર ત્રાટકશેઃ 'હેગીબસ' મજબૂત બની ટાયકૂન વાવાઝોડામાં ફેરવાયુ છે અને આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપરથી પસાર થશે અને આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભય હોવાનું વિદેશના જાણીતા ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે access_time 11:25 am IST

  • મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારમાં ગરમાવો : કોંગ્રેસ અને NCPનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર : અમે સત્તા ઉપર આવશું તો મહારાષ્ટ્રના ઉદ્યોગોમાં સ્થાનિક નાગરિકો માટે 80 ટકા અનામત : ખેડૂતોને દેવામાફી ,બેરોજગારોને 5 હજાર રૂપિયા બેકારી ભથ્થું : તમામ માટે વિનામૂલ્યે વીમો : ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસક્રમ મફત access_time 8:25 pm IST