Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

કેશોદમાં મહિલાએ ડર્યા વિના છેડતી કરનાર સામે ૧૮૧ અભિયમમાં ફરિયાદ નોંધાવી

દરણા માટે ગયેલ મહિલાની ઘરઘંટી વાળાએ જ છેડતી કરી અને સપડાયો

કેશોદ,તા.૭: રાજ્યમાં ઘરેલુ હિસા છેડતી બળાત્કાર આ અનેક બનાવો આપણે રોજ સાંભળી રહ્યા છીએ ત્યારે આવા બનાવને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી જે ૨૦૧૫થી રાજ્યમાં કાર્યરત છે. ને આજે ખરા અર્થમાં મહિલાઓ માટે આર્શીવાદ રૂપ સાબિત થઇ રહિ છે.

તા.૦૪-૧૦-૨૦૧૫ના રોજ માળીયા હા. તાલુકાના આંબલગઢ ગામની એક ૨૬ વર્ષની મહિલાની છેડતી થતા કેશોદ ૧૮૧ અભયમ મહિલાની મદદ માટે ૧૮૧ સ્ટાફ સાથે તુરંત આંબલગઢ ગામમાં ઘટના સ્થળ ગામમાં ઘટના સ્થળ પર પહોચી ગયેલ હતી.

ઘટના સ્થળ પર ૧૮૧ કાઉન્સેલર મીરાબેન માવદીયા સંપૂર્ણ સમજદારીથી મહિલાનું કાઉન્સેલીંગ કર્યું અને સંપૂર્ણ બનાવ વિશે માહિતી મેળવતા છેડતીનો ભાગ બનનાર મહિલાએ જણાવ્યા મુજબ કે ગામની ઘંટી પર મારૂ દરણુ લેવા માટે ઘંટીએ ગયેલ અને ઘંટી પર કે ઘંટીની આસપાસ કોઇ હાજર ના હોય તેનો લાભ ઉઠાવી ઘંટીવાળા ભાઇએ જ મારી સાથે અડપલા કરેલ તેથી મહિલા ખુબ ગભરાઇ ગયેલ અને બુમો પાડતા આસપાસના લોકો દોડી આવતા ઘંટીવાળા ભાઇ ત્યાથી ભાગી ગયેલ તેથી મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માંગેલી

અભયમ ટીમે મહિલાની છેડતીને ગંભીરતાથી ધ્યાનમાં લઇ માળીયા હાટીના પોલીસ સ્ટેશન લઇ ગયેલાને છેડતી કરનાર સામે એફઆઇઆર દાખલ કરાવેલ અગાઉ પણ કોઇ મહિલા સાથે આ ઘંટી ચલાવનાર વ્યકિત દ્વારા છેડતી કરેલ તેવું જાણવા મળેલ. પરંતુ મહિલાઓ જાગૃત થયેલા આવા બનવો રોકી શકે.

(4:02 pm IST)