Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

અમરેલી પંથકના ૩ શખ્સો પાસામાં

અમરેલી તા.૭ પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્ત રાય  દ્વારા અમરેલી જીલ્લામાં લુંટ બળજબરીથી કઢાવી લેવું ગે.³કા. રીતે ઉંચા વ્યાજે નાણા વસુલ કરવા મારા મારી કરવી વિ. શરીર સબંધી તથા મિલ્કત સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને દ્યાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકો ઉપર દાદાગીરી કરવી ધાક ધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્થા  ખોરવતા અને ભયનું સામ્રાજય ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને ગુન્હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને તે માટે પાસા તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી ઈન્ચાર્જ પો.ઇન્સ. શ્રી ડી.કે.વાદ્યેલા દ્વારા અમરેલી જીલ્લાના નીચે જણાવેલ શરીર સબંધી તથા મિલ્કત સબંધી ગુન્હાના આરોપીઓ વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી. પાસા દરખાસ્ત  તૈયાર કરી. પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.

નિરૂ ભાભલુભાઇ ધાખડા. રહે.કેરીયા તા.જી.અમરેલી.

અલ્પેશ દ્યોહાભાઇ ધાખડા રહે.વડ. તા.રાજુલા. જી.અમરેલી.

નરેશ જીલુભાઇ ધાખડા. રહે. રાજુલા. મન મંદિર

વિરૂધ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરતાં  નિરૂ ભાભલુભાઇ ધાખડાને પાલનપુર જીલ્લા જેલ અલ્પેશ દ્યોહાભાઇ ધાખડાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત તથા નરેશ જીલુભાઇ ધાખડાને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

(1:16 pm IST)