Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

કચ્છમાં ૧૫ કરોડનું ડ્રગ્સ પકડાયું: બોટમાંથી ૬ આઇકાર્ડ જપ્ત

ગઇ કાલે લક્કી ક્રિક પાસેથી એક પેકેટ મળ્યા બાદ વધુ ૨ બિનવારસુ પેકેટ મળતા સુરક્ષા વિભાગ દ્વારા તપાસનો ધમધામટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૭: કચ્છના દરિયાઈ અને ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ બીએસએફને સર્ચ ઓપરેશન દરમ્યાન મહત્વની સફળતા મળી છે. રવિવારે લક્કી ક્રિક પાસેથી મળી આવેલ ડ્રગ્સના એક બિનવારસુ પેકેટ પછી આજે વધુ બે બિનવારસુ પેકેટ મળી આવ્યા છે.

જેને પગલે મળી આવેલ ડ્રગ્સના ત્રણ પેકેટની કિંમતનો આંક ૧૫ કરોડ જેટલો થવાનો અંદાજ છે. આ ઉપરાંત શનિવારે રાત્રે બીએસએફે લક્ષમણ ક્રિક પાસેથી ઝડપેલી બે બિનવારસુ પાકિસ્તાની બોટનું સર્ચઓપરેશન હાથ ધરતા તેમાંથી ૬ પાકિસ્તાનીઓના આઈ કાર્ડ મળી આવ્યા છે.

જોકે, આ આઈકાર્ડ ફિશરમેન (માછીમાર) ના છે. પણ, ભૂતકાળમાં માછીમાર ના ઓઠા તળે પાકિસ્તાનીઓ દ્વારા દ્યૂસણખોરીના બનાવો બની ચુકયા છે.

દિલ્હી અને ભારતના અન્ય સ્થળોએ અપાયેલા રેડ એલર્ટ વચ્ચે બિનવારસુ બોટ અને તેમાંથી નાસી છૂટેલા ૬ પાકિસ્તાનીઓના બનાવને સુરક્ષા એજન્સીઓ ગંભીરતાપૂર્વક લઈ રહી છે. હાલે બે દિવસથી કચ્છની જળસીમાએ સર્ચઓપરેશનને સદ્યન બનાવાયું છે.(૨૨.૩૨)

(3:41 pm IST)