Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

હળવદ : પાકવિમા યોજનાની ઓનલાઇન અરજીની મુદત વધારવા રજૂઆત

હળવદ તા.૭ : પૂર્વમંત્રી જયંતીભાઇ કવાડીયાએ મુખ્યમંત્રીને રજૂઆતમાં ભારે વરસાદના કારણે થયેલ પાકના નુકશાન અંગે પાક વિમા યોજના માટેની ઓનલાઇન અરજીની મુદત વધારવા તથા તમામ જીલ્લાઓમાં ઓફ લાઇન કેન્દ્ર શરૂ કરવા માંગણી કરી છે.

ચાલુ વર્ષે ગુજરાત રાજયના સમગ્ર જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે ેખડૂતો દ્વારા વાવેતર કરેલ કપાસ, મગફળી, તલ, અળદ વગેરે જેવા ચોમાસુ પાકોને ભરપુર નુકશાન થયેલ હોય ત્યારે પાકોની પરિસ્થિતિ બહુ ખરાબ છે એમ કહી શકાય કે ખેડૂતોના મોઢે આવેલ કોળીયો ઝુંટવાઇ ગયો હોય ત્યારે સરકારશ્રીની પાકવિમા યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવામાં આવે છે જેની છેલ્લી તારીખ જેમાં ઘણા ખેડૂતો ઓનલાઇન અરજી કરવામાં બાકી રહી જવા પામેલ હોય ત્યારે જો આ પાક વિમા યોજના અંતર્ગત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાની મુદત વધારવામાં આવે તો ખેડૂત વર્ગ આ યોજનાનો લાભ લઇ શકે તેમ રજૂઆતમાં જણાવાયુ છે.

(12:06 pm IST)