Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

મોરબીના યુવાને ૧૩,૫૦૦ની રોકડ ભરેલુ પાકીટ મૂળ માલિકને પરત કર્યું

ટંકારા.મોરબી,તા.૭:મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પરથી રોકડ રકમ ભરેલું પાકીટ મળી આવતા અહીના શો રૂમમાં નોકરી કરતા યુવાને તેના સાથીની મદદથી પાકીટના મૂળ માલિકને શોધીને પાકીટ પરત સોપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રહેવાસી રોહિત કાતરીયા જેઓ બજાજ ફાયનાન્સમાં નોકરી કરતા હોય અને ગેસ્ટ હાઉસ રોડ પટેલ ઇલેકટ્રોનીકસમાં ફાયનાન્સ ઇન્ચાર્જ તરીકે કાર્યરત હોય જેને ગેસ્ટ હાઉસ રોડ પરથી ૧૩,૫૦૦ રૂ ભરેલું પાકીટ મળી આવ્યું હતું જે પાકીટ તેના મૂળ માલિકને પરત સોપવા માટે તેને સાથી કર્મચારી દેવેન્દ્રસિંહ ઝાલાની મદદ લીધી હતી અને પાકીટના મૂળ માલિક રામજીભાઈ મકવાણાનો પત્ત્।ો મેળવીને રોકડ ભરેલું પાકીટ તેને પરત કર્યું હતું ત્યારે રામજીભાઈએ પણ યુવાનની પ્રમાણિકતાને બિરદાવી હતી અને રોકડ રકમ ભેટ સ્વરૂપે આપતા તેનો ઇનકાર કરીને રોહિતભાઈએ જણાવ્યું હતું કે તેણે પોતાની ફરજ અદા કરી છે છતાં પણ તેઓ જો ભેટ આપવા ઇચ્છતા હોય તો તમારા ગામની ગરબીમાં દીકરીઓને ભેટ આપી દેજો આમ મોરબીના યુવાને રોકડ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(12:04 pm IST)