Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

નાની વાવડી ગામેથી ૫ શખ્સોને જુગાર રમતા ઝડપાયા

ઉપલેટા તા.૦૭: ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના નાનવાવડી ગામેથી ૫ શખ્સો રોહીત બચુભાઈ ડઢાણીયાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રૂપીયા ૧૫૬૮૦ તથા મોબાઇલ ફોન નંગ ૬ કિંમત રૂપીયા ૫૦૦૦ મળી કુલ રૂપીયા ૨૦૬૮૦ ના મુદામાલ સાથે અટક કરી   જેમાં આરોપીઓ રોહીત બચુભાઈ ડઢાણીયા ઉ.વ.૪૫, અરવિંદભાઈ શીવાભાઈ વિંજુડા ઉ.વ.૪૫, રાજેશ જયસુખભાઇ વાડોદરીયા ઉ.વ.૪૦, હરીભાઈ ગોકળભાઇ કાલરીયા ઉ.વ.૫૯, બિપીનભાઈ ઉર્ફે વિજય બટુકભાઈ ગોલતર ઉ.વ.૨૭ રહે બધા નાનીવાવડી આ કામગીરીમાં આ કાર્યવાહીમાં  એલ.સી.બી.પી.આઈ. એમ.એન.રાણા ,પી.એસ.આઈ.એચ.એ.જાડેજા, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ બોદર, શકિતસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયા સહિતના જોડાયા હતા.

(11:57 am IST)