Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

પાળીયાદમાં બહેનની પજવણી કરતાં શખ્સને ટપારતાં અલ્પેશ પર હુમલો

કોળી યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૭: બોટાદના પાળીયાદ ગામે રહેતાં અલ્પેશ ગોરધનભાઇ બાવળીયા (ઉ.૩૧) નામના કોળી યુવાન પર ગામમાં સાંજે બાબુ મેર, બાબુ લાભુ સહિતના શખ્સોએ હુમલો કરી પાઇપથી માર મારી ઇજા કરતાં પાળીયાદ સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થયો હતો.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પાળીયાદ પોલીસને જાણ કરી હતી. અલ્પેશના કહેવા મુજબ તેની બહેનની બાબુ પજવણી કરતો હોઇ તે કારણે અગાઉ દોઢેક વર્ષ પહેલા માથાકુટ થઇ હતી. ફરીથી તે હેરાન કરતો હોઇ ઠપકો આપતાં બીજા શખ્સો સાથે મળી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)
  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પની તુર્કીને ખુલી ધમકી : કહ્યું સીરિયામાં હદ બહાર ગયા તો બરબાદ કરી નાખીશ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સીરિયાથી લાગેલી તુર્કીની સીમાથી અમેરિકાના સૈનિકો હટાવાના નિર્ણંયને યોગ્ય ઠેરવતા કહ્યું કે ક્ષેત્રને સ્થિતિથી ખુદે નિપટવું જોઈએ : ટ્રમ્પએ એમ પણ કહ્યું કે જો સીરિયામાં તુર્કી હદ બહાર જાય તો તેની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખશે access_time 1:11 am IST

  • લખનૌ-આગ્રા એક્સપ્રેસ -વે પર ઉભેલી ટ્રક પાછળ કાર ટકરાતા ભાજપના ધારાસભ્યના ભાઈ-બહેન અને બે ભાણેજના કરૂણમોત : એક ગંભીર: ઉન્નાવ જિલ્લાના હ્સનગંજ ક્ષેત્રમાં ગમખ્વાર અકસ્માત માં ગોઉંડા જિલ્લાના મેહનોં વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય વિનય દ્વિવેદીના પિતરાઈ ભાઈ બહેન અને બે ભાણેજોના કરૂણમોત access_time 1:04 am IST