Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ગોંડલમાં મોબાઇલ લૂંટવાના ઇરાદે એમપીના યુવાનને અજાણ્યા શખ્સોએ છરી ઝીંકી

ગરબી જોઇ પરત રૂમ પર જતો હતો ત્યારે ઘોઘાવદર રોડ પર બનાવ

રાજકોટ તા. ૭: ગોંડલમાં ઘોઘાવદર રોડ પર જયદિપ સિમેન્ટ ફેકટરી પાસે રહેતો અને નજીકમાં મજૂરી કામ કરતો કાંજુભાઇ નાનજીભાઇ ગણાવા (ઉ.૩૫) નામનો આદિવાસી યુવાન રાત્રીના સાડા દસેક વાગ્યે ગરબી જોઇને પરત પોતાના રૂમ પર સાઇકલ હંકારીને જઇ રહ્યો હતો ત્યારે ઘોઘાવદર રોડ પર અજાણ્યા શખ્સોએ આંતરી  મોબાઇલ ફોન ઝુંટવી લેવાનો પ્રયાસ કરતાં તેણે પ્રતિકાર કરી દેકારો મચાવતાં આ શખ્સો છરીથી ઇજા કરી ભાગી ગયા હતાં. કાંજુને સારવાર માટે રાજકોટ ખસેડાતાં ગોંડલ પોલીસને જાણ કરાઇ હતી.

(11:42 am IST)