Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

જેતપુર સીટી પો,સ્ટે,ના ગુન્હાના વોન્ટેડ આરોપીને અસ્લમખાનને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

રાજકોટ : જેતપુર સીટી પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા ફરતા આરોપીને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચના અને એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર  એમ,એન,રાણા તથા પો,સ,ઇન્સ,એચ,એ,જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ નારણભાઇ પંપાણીયા મળેલ બાતમીના આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના ગુન્હામાં અસ્લમખાન નૂરભાઈ પઠાણ જાતે સિપાઈ ( ઉ,વ, 28 )( રહે, જેતપુર નવાગઢ ખાટકીવાસને પકડી પાડ્યો હતો

 

 

(11:10 pm IST)