Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કોડીનાર પંથકની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો :

-તાલુકાના 42 ગામને પીવાનું પાણી અને 12 ગામને સિંચાઇનું પાણી આપતા ડેમમાં જંગલની બે નદી અને 150થી વધુ ઝરણાંનું પાણી આવ્યું

ગીર સોમનાથ જીલ્લામા શીંગોડા ડેમ ઓવરફલો થયો હતો. શિંગોડા ડેમ કોડીનાર તાલુકાની જીવાદોરી ગણવામાં આવે છે.આ ડેમ હાલ રૂલ લેવલ મુજબ પૂર્ણ સપાટીની નજીક ભરાયો છે.ગીર જંગલમાં ભારે વરસાદને કારણે શીંગવડા નદી પર બાંધવામાં આવેલા શિંગોડા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઇ હતી. ડેમનો એક દરવાજો 6 ઈંચ ખોલવામાં આવ્યો છે.

  જંગલની બે નદી 150 થી વધુ ઝરણાઓનું પાણી આ ડેમમાં આવે છે.આ ડેમ માંથી કોડીનાર તાલુકાના 42 ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે તો સિંચાઈ માટે 12 જેટલા ગામોને પાણી આપવામાં આવે છે. 100 એમ.સી.એફ.ટી. પાણી વન્યપ્રાણીઓ માટે રિઝર્વ રાખવામાં આવે છે.

(11:24 pm IST)