Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ચોટીલાનાં મોટી મોલડીની સીમમાંથી ૧૦ લાખનો દારૂ જપ્ત

૨ વાહન સહિત રૂ.૧૮ લાખથી વધુનો મુદામાલ જપ્ત

ચોટીલા,  તા.૭: નાની મોલડી પોલીસે બાતમીને આધારે મોટી મોલડી સીમ વિસ્તારમાંથી ઇગ્લીશ દારૂ વાહન મળી ૧૮.૨૫.૭૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ અંગે તપાસ હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ પોલીસને હકિકત મળેલ હતી કે મોટી મોલડી થી કાળાસર તરફ જવાના રસ્તે રાત્રીનાં અંધારામાં વાહનો શંકાસ્પદ હાલતમાં છે જેને આધારે પીએસઆઇ વી. પી. મકવાણા, એચ એલ ઠાકર તથા મનસુખભાઇ, ગભરૂભાઇ, વલ્લભભાઈ, ભરતભાઇ, રાજેશભાઇ રલાભાઇ સહિતનાએ છાપો મારતા આઇસર અને પીકઅપ વાહનમાં ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ હતો

આ દરોડોમાં પોલીસ પોહચે તે પહેલા દુર થી પોલીસવાન જોઇ જતા કોઇ આરોપીઓ સ્થળ ઉપર હાજર મળેલ નોહતા પણ જથ્થો કટીંગ થઈ સગેવગે થાય તે પહેલા જુદી જુદી બ્રાન્ડની ભારતિય બનાવટની પર પ્રાતિય ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૩૩૭૫ તેમજ આઇસર ટ્રક નં જીજે ૦૨ ઝેડ ૦૫૧૧ તેમજ મહિન્દ્રા પીકઅપ નં જીજે ૧૩ એટી ૯૭૮૩ તથા અન્ય મળી કુલ રૂ. ૧૮.૨૫.૭૫૦ નો મુદ્દામાલ પકડી પાડેલ છે.

પોલીસે હાલ બંન્ને વાહનના માલિક અને ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

પકડાયેલ દારૂનો જથ્થો કેટલી માત્રામાં હતો? કટીંગ થઈ ગયુ કે આટલોજ હતો? કયાંથી લાવવામાં આવેલ કયાં લઈ જવાતો હતો અને સ્થાનિક કંઇ ગેન્ગ સંકળાયેલી છે તે સહિતના મુદ્દા તપાસ માંગે છે અને પોલીસ મુળ સુધી પોહચે તો સ્થાનિક લોકોની સંડોવણી ખુલવાની શકયતા રહેલી છે.

(1:13 pm IST)