Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ધોરાજીમાં સૌથી મોટા બાવલા ચોક કા રાજા

ધોરાજીઃધોરાજીમાં સૌથી મોટા ગણેશ મહોત્સવ બાવલા ચોક રાજા ગણેશ મહોત્સવ ખાતે છપ્પનભોગના  દર્શન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજીના સામાજિક ક્ષેત્રના અગ્રણી અને સરકારી વકીલ કાર્તિકેય ભાઈ પારેખ આયોજક ભગવાનજીભાઈ ભારાઇ સહિતના અગ્રણીઓના હસ્તે મહાઆરતી યોજાઇ હતી અને દર્શનાર્થીઓને છપ્પનભોગ નો મહાપ્રસાદ બાંટવામાં આવ્યો હતો આ પ્રસંગે આયોજક ભગવાનજીભાઈ ભારાઇ એ જણાવેલ કે આવતીકાલે રવિવારે બાવલા ચોક રાજા ગણેશ મહોત્સવ નું વિસર્જન કરવામાં આવશે વાજતે-ગાજતે વિશાળ શોભાયાત્રા દ્વારા ગણેશજીની મૂર્તિનું ભાદર ડેમ ખાતે વિસર્જન કરવામાં આવશે ધોરાજીના સૌથી મોટા બાવલા ચોક કા રાજા ગણેશ મહોત્સવને સફળ બનાવવા માટે આસુતોષ ગ્રુપ ધોરાજીના તમામ યુવાનો એ જહેમત ઉઠાવી હતી.

(1:12 pm IST)