Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

લખતરમાં વરસાદી પાણીના નિકાલ પ્રશ્ને મહિલાઓનો હોબાળો

ટીડીઓ રાવલે તાકીદે સમસ્યા ઉકેલવા સરપંચને નોટીસ આપી

વઢવાણ, તા., ૭: વરસાદ વરસી રહયો છે ત્યારે લખતર ભૈરવપરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ રહયા હોય પાણી નિકાલ નહિ થતો હોવાથી દેરી વાળી શેરી અને ભૈરવપરા વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં લખતર ગ્રામ પંચાયત ગયા હતા. ત્યાં યોગ્ય જવાબના આપી અને લખતર તાલુકા પંચાયત રજુઆત કરવા જવા કહયું હતું. આથી લોકો લખતર તાલુકા પંચાયત દોડી જઇ હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

આ અંગે લખતર ભૈરવપરા વિસ્તારની સવીતાબેન શિશા, માયાબેન વડોદરીયા સહીતની મહિલાઓ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ઠેર-ઠેર પાણી, ઠેર-ઠેર ગંદકીના સામ્રાજય છે. ગંદકીને લઇને મચ્છરો ઉપદ્રવ પણ વધ્યો છે.  આ મચ્છરના ઉપદ્રવને કારણે ઘેર-ઘેર માંદગી પણ જોવા મળી રહી છે અને પાણીનો નિકાલ જ નથી અમારા વિસ્તારમાં અને કોઇ જવાબદાર વ્યકિત જ નથી કે જે અમારી સમસ્યાઓનો નિકાલ કરે તાત્કાલીક ધોરણે આ વિસ્તારમાં પાણી, ગંદકીનો નિકાલ થાય તેવી લાગણી અને માંગણી છે.

આ અંગે ઇન્ચાર્જ ટી.ડી.ઓ. યોગેશભાઇ રાવલે જણાવ્યું હતું કે ભૈરવપરા વિસ્તારમાં ગંદા પાણી તેમજ ગંદકી મુદ્દે પાણી તેમજ ગંદકી દુર કરવા સરપંચને નોટીસ આપી તાત્કાલીક દુર કરવા આદેશો કર્યા હતા.

(1:11 pm IST)
  • ધ્રોલના જાયવા-હામાપર સહિત વિસ્તારોમાં અનરાધાર વરસાદઃ જાયવા નદી બેકાંઠે રાજકોટઃ ધ્રોલના જાયવા હામાપર સહિત વિસ્તારોમાં સાંજે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત ૪ દિવસથી વરસાદ પડી રહ્યો છે જાયવા પાસે નદી બે કાંઠે વહી રહી છે access_time 6:56 pm IST

  • ...જાણો આગામી કલાકો - દિવસોમાં મુંબઈમાં કેવો વરસાદ પડશે : મુંબઈમાં આવતા ૩૬ કલાકમાં વરસાદનું પ્રમાણ થોડી માત્રામાં વધશે : થાણેેના અંતરીયાળ વિસ્તારો અને ઘાટો ઉપર ભારે વરસાદ પડશે : સોમવાર પછી વરસાદનું પ્રમાણ તબક્કાવાર ઘટશે જે ૧૫મી તારીખથી ફરી વધશે. access_time 3:26 pm IST

  • શુક્રવારે કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને મળવા માટે તિહાર જેલ પહોંચ્યું હતું. પરંતુ જેલનો કેદીઓને મળવાનો નિર્ધારિત સમય પૂરો થઈ ગયો હોવાથી તેમને કોંગ્રેસના વરિષ્ઠ નેતાને મળવાની મંજૂરી મળી નહોતી. પ્રતિનિધિ મંડળમાં મુકુલ વાસ્નિક, પીસી ચાકો, મણિકમ ટાગોર, અવિનાશ પાંડે અને અન્ય નેતાઓ શામેલ હતા. access_time 4:36 pm IST