Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જામનગરમાં સાંજે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ

જામનગર,તા.૭: જામનગરમાં આજથી વિશ્વ વિખ્યાત કથાકાર પૂજય મોરારી બાપુ ની માનસ ક્ષમા શિર્ષક હેઠળ રામ કથાનો પ્રારંભ થશે. જામનગરની ભાગોળે આવેલ સિવિલ એરપોર્ટ સામે ઉભા કરાયેલા કથા મંડપમાં સાંજે ચાર વાગ્યે રામકથાનો પ્રારંભ થશે. પૂજય મોરારી બાપુ નું ગઈકાલે જામનગરમાં આગમન થઇ ગયું છે. આજથી પૂજય મોરારી બાપુ ની માનસ ક્ષમા રામ કથાના પ્રારંભને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૭૫ હજારથી વધુ લોકો બેસી શકે તેવા બે વિશાળ ડોમમાં કથા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. રામકથા માટેનું વિશાળ સ્ટેજ અને વ્યાસપીઠ તેમજ બેઠક વ્યવસ્થા સુચારુ રીતે ગોઠવી દેવામાં આવી છે. ભાવિકોને કથા શ્રવણ માટે અલાયદી સાઉન્ડ સિસ્ટમ અને કથામંડપમાં વિડીયો સ્ક્રીનની પણ કથા ખાસ વ્યવસ્થા કરાઈ છે . રામકથા અને ભોજન પ્રસાદ માટે સમગ્ર આયોજનમાં ત્રણ હજારથી વધુ રામકથાના આયોજન માં સેવકો તમામ વ્યવસ્થા માટે ખડે પગે છે. આજે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ની ઉપસ્થિતિમાં રામકથાનો પ્રારંભ થનાર છે. ત્યારે કથા મંડપ થી લઇ ભોજન વ્યવસ્થા સુધીની તમામ પ્રકારની તૈયારીઓ સંપન્ન કરી દેવાઈ છે.(તસવીરોઃકિંજલ કારસરીયા,જામનગર)

(1:08 pm IST)