Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જુનાગઢમાં રોગચાળાની દહેશતઃ ફુટપાથ પરથી ડેન્ગ્યુના લારવા મળ્યા

આરોગ્ય વિષયક સઘન પગલાની આવશ્યકતા

જુનાગઢ તા. ૭ : જુનાગઢમાં રોગચાળની દહેશતને શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે અને તેમાં પણ શહેરની ફુટપાથો ડેન્ગ્યુના લારવા મળતા દોડધામ મચી ગઇ છે.

જુનાગઢ શહેરમાં એક સપ્તાહથી વરસાદ અને વરસાદી વાતાવરણ પ્રવર્તે છે. શહેરના મોટા ભાગના માર્ગો પરના મસમોટા ગાબડાઓમાં અને ફુટપાથો પર વરસાદી પાણી ભરાયેલા રહેતા હોવાથી રોગચાળાની દહેશન પ્રવર્તે છે.

મનપાના સુત્રોના જણાવ્યા મુજબ કોલેજ રોડ સ્થિત આવાસ યોજના સામેની ફુટપાથ પર ભરાયેલા પાણીમાં તાજેતરમાં તપાસ કરતા  ડેન્ગ્યુના લારવા મળી આવ્યા હતા.

અહિ શહેર ભાજપનું કાર્યાલય ઉપરાંત એક મોટી શૈક્ષણીક સંસ્થા પણ આવેલ છે જયા હજારો બાળકોની અવર-જવર હોય છે આ સ્થિતિમાં ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન થાય તેવા લારવા મળવા ખૂબજ ગંભીર બાબત છે.

વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા એક મહિનામાં ખાનગી હોસ્પીટલમાં ર૦ થી વધુ ડેન્ગ્યુના શંકાસ્પદ દર્દી નોંધાયા હોય જે અંગે તંત્રને જાણ કરાઇ હતી.

(1:08 pm IST)