Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જેતપુરમાં પ્રદુષણ ફેલાવવા ટેવાયેલ કારખાનેદારોએ ભાદરની કેનાલમાં કેમીકલયુકત પાણી ઠાલવતા ખેડૂતો વિફર્યા

સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટને વેડફનાર એશોસીયનને પાઇપ લાઇન યોજના માટે ગ્રાન્ટ આપતા પહેલા વિચારે

જેતપુર, તા. ૭ : ઔદ્યોગિક શહેર હોવાના કારણે સાડી ઉદ્યોગ ખૂબ ફેલાયેલો છે. જેમાં નવી ટેકનોલોજીઓ વિકસતા પ્રદુષણે માઝા મૂકી છે. કારખાનેદારો પોતાના યુનિટનું ઝેરી કેમીકલ યુકત પાણી એશોસીયનની ચેનલમાં નાખવાને બદલે સીધુ જ ભાદર નદીમાં ઠાલવી દે છે. આવા અમુક મોટા કારખાનેદારો કાયદાનો ઉલાળીયો કરી પવિત્ર ઐતિહાસિક ભાદર નદીને પ્રદુષીત કરી દીધી છે જેના કારણે અવાર નવાર જીપીસીબી દ્વારા કલોઝર અપાય છે.

પ્રદુષણ ફેલાવવામાં માત્ર મોટા કારખાનેદારો જ નહિ એશોસીયન પણ પાછી પાની કરતી નથી. નદીના પટમાં બનાવેલ કલેકશન સંપનું ઝેરી કેમીકલ યુકત પાણી વરસાદનો લાભ લઇ અવાર નવાર નદીમાં છોડી દે છે.

શહેરનો સાડી ઉદ્યોગ ફલેફાલે અને પ્રદુષણ ન ફેલાય તે માટે ગાઇડ લાઇન મુજબ ભાટગામ ખાતે સરકારની ૬૦% ગ્રાન્ટ મેળવી રૂ. પર કરોડના ખર્ચે સીઇટીપી પ્લાન બનાવવામાં આવેલ, પરંતુ સરકારના કરોડો રૂપિયાનું આંધણ કરી આ પ્લાન્ટ ચલાવવામાં આવતો ન હોય પ્રદુષણ બોર્ડ દ્વારા કલોઝરની નોટીસ આપવામાં આવેલ. એસોસશીયન દ્વારા સંચાલિત આ સીઇટીપી શા માટે નથી ચાલતો ? એસોસીયન એક તરફ કારખાનેદારો પ્રદુષણ ફેલાવે છે તેવું કહે છે અને બીજી તરફ ત્રણેય ફીલ્ટર પ્લાન્ટને કલોઝરની નોટીસ આપવામાં આવેલ હતી જો એશોસીયન પાણી ફીલ્ટર કરવું હોય તો કલોઝર શા માટે અને ફીલ્ટર કરીને પાણી કોને આપે છે ? ખેડૂતો પાણી સ્વીકારતા નથી અને નદીમાં પ્રદુષીત પાણી જાય છે તેનો અર્થ ચોખ્ખો જ છે કે ફીલ્ટર પ્લાન માત્ર શોભાના ગાઠીયા જેવા છે તેવું જાણકારો કહી રહ્યા છે.

ભાદર નદીમાં પ્રદુષણ ફેલાવવાનું ઓછું પડતુ હોય અમુક કારખાનેદારોએ કેનાલમાં પાણી છોડી દીધું જે કેનાલથી ખેડૂતોના ખેતરમાં પાણી જાય છે આવા પ્રદુષીત પાણીના કારણે ખેડૂતોની જમીન બીન ઉપજાવ બની ગઇ છે. ગઇકાલે કેનાલમાં પ્રદુષીત પાણી છોડાતા ખેડૂતો વિફર્યા સિંચાઇ વિભાગમાં ફરીયાદ કરવા માટે પહોંચી ગયેલ. ખેડૂતો જે વર્ષ દરમ્યાન પાક લે છે તેની ઉપજ કરોડોમાં થાય છે તો શું આ ખેતી પ્રધાન દેશમાં સાડી ઉદ્યોગને બચાવવા ખેતીને પાયમાલ કરી નાખવામાં આવે તો તે કેમ ચલાવી લેવાય. પ્રદુષણ બોર્ડની સ્થાનિક કચેરી પણ આ ઉદ્યોગકારો ઢાંક પીછોડો કરતી હોય તેવું ચર્ચાય રહ્યું છે.

હવે સવાલ એ છે કે પર કરોડના ખર્ચે બનેલ સી.ઇ.ટી.પી. પણ કાર્યરત નથી અને સરકારી ગ્રાન્ટ એટલે કે પ્રજાના કમાણીના રૂપિયાનું આંધણ કરી નાખ્યું તો સરકાર હવે વિચાર કરે કે જે ૬૭૯ કરોડ રૂપિયાના ખર્ચે સરકારી ૮૦% ગ્રાન્ટમાંથી જે પાઇપ લાઇનનો પ્રોજેકટ હાથ ધરાશે તે શું ખરેખર યોગ્ય રીતે ચાલશે ખરા ? (

(1:07 pm IST)