Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ચાર દીવસથી ગુમ તળાજાના દિહોરના ભરવાડ યુવાનની લાશ પાણીમાંથી મળી

વાડીઓમાં મુકેલા ઇલેકિટ્રક શોકના કારણે મોતની આશંકા

ભાવનગર,તા.૭:દિહોર આઉટ પોસ્ટ પોલીસ મથકના જમાદાર જામશંગભાઈ ચૌહાણ અને ગોવિંદસિંહ પરમાર ને સમઢીયાળા ના ડુંગર માં આવેલ પાણીના નેરામાં એક માનવ લાશ તરતી હોવાની બાતમી મળતા તે લાશને સેવાભાવી ઓની મદદ થી બહાર કાઢેલ. મૃતક દિહોર ગામના ભરવાડ દ્યુસાભાઈ ગીગાભાઈ કસોટીયા ઉવ ૪૨ની હોવાનંુ જાણવા મળેલ. ઘુસાભાઈના મોટાભાઈ બાધાભાઈ એ તળાજા પોલીસમાં ગત.તા ૩ ના રોજ દ્યેટાં બકરા સમઢીયાળાના ડુંગરોમાં ચરાવવા ગયેલ તે સમયે ગૂમ થયાની નોંધ કરાવેલ.

આજે મળેલી કોહવાઈ ગયેલી લાશને લઈ તળાજા રેફરલ હોસ્પિટલમાં પોલીસ ્દવારા ખસેડવામાં આવેલ.અહીંથી ભાવનગર ફોરેન્સિક લેબ માં પી.એમ માટે મોકલી આપવામાં આવેલ. અહીં ભરવાડ સમાજ ના આગેવાનો એ યુવક નું મૃત્યુ કોઈએ વાડીમાં મુકેલ ઇલેકિટ્રક શોક ના કારણે થયુ હોવાનું અને લાશને અહીં ફેંકી ગયા હોવાની શંકા પોલીસ સમક્ષ વ્યકત કરી હતી.

પોલીસે જણાવ્યું હતુંકે પી.એમ ન રિપોર્ટ માં મોત નું સત્ય કારણ બહાર આવશે.બનાવને લઈ ભરવાડ સમાજ અને દિહોર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

(11:46 am IST)