Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મોરબીના ઉંચી માંડલ અને હજનાળી પાસે બે અકસ્માતઃ દિલીપભાઇ ગોજીયાનું મોત : બે ને ઇજા

મોરબી,તા.૭: પંથકમાં અકસ્માતો સતત ચાલુ છે અને મોરબી તાલુકાના ઉંચી માંડલ અને હજનાળી ગામે વધુ બે અકસ્માતમાં એકનું મોત થયું છે જયારે બે યુવાનને ઈજા પહોંચી છે

મોરબીના ઘૂટું ગામે રહેતા સુરેશભાઈ પરષોતમભાઈ જોગડીયા (ઉ.વ.૩૦) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ઉંચી માંડલ પાસે સેરોન સિરામિક ગેઇટ પાસે ફોરકલીપ નં જીજે ૧૨ એએન ૦૦૧૬ ના ચાલક બાપુલાલ આદિવાસી રહે એમપી વાળાએ ફોરકલીપ પુરઝડપે ચલાવી ફરિયાદી સુરેશભાઈ સાથે અથડાવી તેને પગમાં ફેકચર જેવી ઈજા કરી હોવાનું જણાવ્યું છે જયારે અન્ય અકસ્માતના બનાવમાં જામનગર પાસે રહેતા પીયુષભાઈ જેસાભાઈ ગોજીયા (ઉ.વ.૨૩) વાળાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે જોડિયા માળિયા રોડ પર હજનાળી ગામ પાસે મોટરસાયકલ ચાલક મોહિલ ભગવાનભાઈ રામ આહીર (ઉ.વ.૨૧) રહે હાલ ફોરેસ્ટ કોલોની ભુજ વાળાએ મોટરસાયકલ નં જીજે ૧૨ ડીપી ૨૩૬૮ ચલાવી જતા હોય ત્યારે મોટરસાયકલ સ્લીપ થતા મોટરસાયકલ ચાલકને ઈજા થઇ છે જયારે ફરિયાદીના મોટાભાઈ દિલીપભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે પોલીસે બંને અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(11:46 am IST)