Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મીઠાપુરમાં ભૂકંપ વિષયક માહિતી અપાઇ

મીઠાપુર : ઙ્ગદેવભૂમી દ્વારકા જિલ્લાના ઔદ્યોગીક શહેર મીઠાપુર ખાતે આવેલ ડીએવી પબ્લિક સ્કુલમાં તાજેતરમાં રાષ્ટ્રીય આપદા પ્રબંધન દલ દ્વારા સ્કુલના બાળકોને ભૂકંપ સમયે પોતાનો બચાવ કેવી રીતે કરવો તથા ભૂકંપ આવ્યા પછી કયા કયા તકેદારીના પગલા લેવા તે બાબતે એક વિશેષ ટ્રેનીંગ અપાઇ હતી. ટ્રેનીંગમાં આ દળના પ્રેસીડન્ટ શ્રી મધુકરભાઇ દવે, ડેનીશભાઇ, આશિષભાઇ પાંચાલ, મીઠાપુર ટાટા કંપનીના સેફટી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ શાળાના પ્રિન્સીપાલ શ્રી આર.કે.શર્મા તથા શ્રી બેરા જોડાયા હતા. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટાણીયા,મીઠાપુર)

(11:29 am IST)