Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મીઠાપુર પોલીસ સ્ટેશનમાં શાંતી સમિતિની બેઠક

મીઠાપુર : ઓખામંડળ તાલુકાના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ગણપતિ ઉત્સવ અને તાજીયા મહોરમ તહેવારોને અનુલક્ષીને ગણપતિ ઉત્સવના આગેવાનો તથા મુસ્લિમ સમાજના આગેવાનોને બોલાવી એક શાંતિ મિટીંગનું આયોજન કરાયુ હતુ. આ શાંતિ મિટીંગમાં મીઠાપુર પોલીસ સ્ટેશનના એલઆઇબી શાખાના ઇન્ચાર્જ શૈલેષભાઇ દ્વારા તમામ આગેવાનોએ આ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા ચુસ્તપણે સચવાય અને આ હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો સાથે હોય કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવા વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગણપતિ વિસર્જન સમયે પણ પુર્ણ બંદોબસ્ત વચ્ચે કાયદા અને વ્યવસ્થા પ્રમાણે વિસર્જન કરવા ઉપર ભાર મૂકયો હતો. (તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટાણીયા, મીઠાપુર)

(11:28 am IST)